નિઃશુલ્ક રહેઠાણ, ભોજન અને મુસાફરી ભાડા સાથે વિવિધ શિબિરોમાં જોડાવા સાહસિક યુવાનો અને બાળકો માટે સુવર્ણ તકમોરબી અપડેટ: સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા રાજ્યના બાળકો અને યુવાનો માટે ગુજરાત સરકાર દ્વારા માઉન્ટ આબુ ખાતે વિવિધ પર્વતારોહણ તાલીમ કોર્સનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં પસંદગી પામનાર તમામ તાલીમાર્થીઓને રહેવા, જમવા તથા મુસાફરી ભાડાની નિઃશુલ્ક સુવિધા પૂરી પાડવામાં આવશે. સાહસ અને રોમાંચના ક્ષેત્રે કારકિર્દી બનાવવા કે કૌશલ્ય વિકસાવવા માંગતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે.યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર સંચાલિત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ દ્વારા આ વિવિધ તાલીમ કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેની વિગતો નીચે મુજબ છે:વિવિધ કોર્સ અને અરજીની વિગતો: • એડવેન્ચર કોર્સ: - ઉંમર: 8 થી 13 વર્ષ - તાલીમ સમયગાળો: 17 થી 23 નવેમ્બર 2026 - અરજીની છેલ્લી તારીખ: 12 ઓક્ટોબર 2026 • એડવાન્સ રોક ક્લાઇમ્બીંગ કોર્સ: - ઉંમર: 15 થી 45 વર્ષ - લાયકાત: બેઝિક ખડક ચઢાણ કોર્સમાં ‘A’ અથવા ‘B’ ગ્રેડ - તાલીમ સમયગાળો: 27 નવેમ્બર થી 11 ડિસેમ્બર 2026 - અરજીની છેલ્લી તારીખ: 12 ઓક્ટોબર 2026 • કોચિંગ રોક ક્લાઇમ્બીંગ કોર્સ: - લાયકાત: ધોરણ 10 પાસ અને એડવાન્સ કોર્સ ઉત્તીર્ણ - તાલીમ સમયગાળો: 12 ડિસેમ્બર 2026 થી 10 જાન્યુઆરી 2027 - અરજીની છેલ્લી તારીખ: 30 ઓક્ટોબર 2026 • આર્ટિફિશિયલ કોર્સ: - ઉંમર: 18 થી 45 વર્ષ - લાયકાત: ધોરણ 10 પાસ - તાલીમ સમયગાળો: 4 થી 13 ફેબ્રુઆરી 2027 - અરજીની છેલ્લી તારીખ: 30 ડિસેમ્બર 2026નિઃશુલ્ક ભોજન, રહેઠાણ અને મુસાફરી સુવિધા:આ તાલીમ શિબિરમાં પસંદગી પામનાર તમામ તાલીમાર્થીઓ માટે રહેવા, જમવા તથા તાલીમની સંપૂર્ણ વ્યવસ્થા સરકાર દ્વારા વિનામૂલ્યે કરવામાં આવશે. તદુપરાંત, નિયત સ્થળ સુધી આવવા-જવાનું સામાન્ય એસ.ટી. બસ અથવા રેલવે સેકન્ડ ક્લાસનું મુસાફરી ભાડું પણ નિયમાનુસાર મળવાપાત્ર રહેશે.અરજી કેવી રીતે કરવી?રસ ધરાવતા ઉમેદવારોએ સંસ્થાના ફેસબુક પેજ facebook.com/svimadmin પરથી નિયત અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે.ભરેલા અરજી ફોર્મ સાથે નીચેના દસ્તાવેજોની ખરી નકલ જોડવાની રહેશે: • આધારકાર્ડ અથવા રહેઠાણનો પુરાવો • શારીરિક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર • જન્મ તારીખનો દાખલો • વાલીનું સંમતિપત્રક • અગાઉના તાલીમ પ્રમાણપત્રો (જો લાગુ પડતા હોય તો)સંપૂર્ણ ભરેલી અરજી ‘આચાર્ય, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, ગૌમુખ રોડ, માઉન્ટ આબુ, પીન: 307501’ ના સરનામે નિયત સમયમર્યાદામાં પહોંચતી કરવાની રહેશે.પસંદગી પામેલા ઉમેદવારોને ઈ-મેઈલ અથવા ટેલિફોન દ્વારા જાણ કરવામાં આવશે. વધુ માહિતી માટે કચેરી સમય દરમિયાન (જાહેર રજા સિવાય) મોબાઈલ નંબર 6377890298 પર સંપર્ક કરી શકાશે.#Morbi #MorbiUpdate #MountAbu #MountaineeringCourse #AdventureCamp #GujaratGovt #YouthActivities #RockClimbing #EducationNews #MorbiNews