કડમાં બોલેરો ફસાયો : ટુ-વ્હીલર ચાલકો આ કડના કારણે અકસ્માતનો ભોગ બને તે પહેલા કામગીરી કરવામાં આવે તેવી માંગમોરબી : મોરબીના નઝરબાગથી રફાળિયા તરફ જતા રસ્તા પર નવો સીસી રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ રોડની બંને બાજુની સાઈડ માટીથી પૂરવામાં ન આવતા વાહન ચાલકો માટે આ રસ્તાની બન્ને બાજુની કડ જોખમી બની ગઇ છે.રોડની સાઈડમાં માટી ન નાખવાના કારણે વારંવાર વાહનો રોડ નીચે ઉતરી જવાના બનાવો બની રહ્યા છે. હાલમાં જ આ રસ્તા પરથી પસાર થતી એક બોલેરો (GJ 36 Y 1388) સાઈડમાં જગ્યા અને માટી ન હોવાના કારણે રોડની નીચે ફસાયો હતો. રસ્તો સાંકડો હોવાથી જો સામેથી બીજું કોઈ મોટું વાહન આવી જાય તો સાઈડ કાપવી કે વાહન પસાર કરવું અશક્ય બની જાય છે. રોડ બનાવનારની આ લાપરવાહીના કારણે અવારનવાર આવી ઘટનાઓ બને છે, જેનાથી વાહનોને નુકસાન થાય છે અને અકસ્માતનો ભય રહે છે. સ્થાનિકો અને વાહન ચાલકોમાં આ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સીસી રોડની બંને સાઈડમાં માટી નાખીને લેવલિંગ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના નિવારી શકાય.#Morbi #MorbiUpdate #MorbiNews #Rafaliya #RoadSafety #PublicIssue #GujaratNews #MorbiCity #LocalNews