મહાપાલિકાએ ડીમોલેશન સ્થળે સલામતી ખાતર રોડ બ્લોક કર્યો : સાંજ સુધીમાં રોડ ચોખ્ખો કરીને ખુલ્લો કરી દેવાશેમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકા દ્વારા લાંબા સમય બાદ શહેરમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. મણિ મંદિર અને ખાખરેચી દરવાજા પાસે આવેલા જૂના અને બિનઉપયોગી ટોયલેટ બ્લોકને દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ખાખરેચી દરવાજા પાસે ઘણા સમયથી બંધ અને જર્જરિત હાલતમાં 2 ટોયલેટ બ્લોક આવેલા હતા. આ બિનઉપયોગી બ્લોકનું આજે મહાનગરપાલિકા દ્વારા જેસીબીની મદદથી ડિમોલિશન કરવામાં આવ્યું છે. આ કામગીરી થકી અંદાજિત 200 થી 300 ચોરસ ફૂટ જેટલી સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.બેઠા પુલ તરફ જતો રસ્તો પહોળો થશેઆ ટોયલેટ બ્લોક દૂર થવાથી રસ્તાની પહોળાઈમાં વધારો થશે. આ રસ્તો બેઠા પુલ તરફ જતો હોવાથી, દબાણ હટવાના કારણે વાહનચાલકોને પસાર થવામાં સરળતા રહેશે અને ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા હળવી બનશે.ઐતિહાસિક દીવાલની સુરક્ષાનું રખાયું ધ્યાનડિમોલિશનની કામગીરી દરમિયાન રાજાશાહી વખતના ખાખરેચી દરવાજા અને તેની ઐતિહાસિક દીવાલને કોઈ નુકસાન ન પહોંચે તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે કામગીરી સમયે બંને બાજુના રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા સાંજ સુધીમાં તમામ કાટમાળ ઉપાડીને રસ્તો સંપૂર્ણપણે ક્લિયર કરી દેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #Demolition #MorbiMahanagarpalika #KhakhrechiDarwaja #GujaratNews #MorbiNews