વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે સવારે 8:00 કલાકે પૂજન અને રાસ-ગરબાનું આયોજનમોરબી અપડેટ : પવિત્ર અને પુણ્યશાળી શ્રાવણ માસના બોળ ચોથના પાવન દિવસે તા. 31-08-2026, સોમવારના રોજ મોરબીની વિશ્વકર્મા સોસાયટીના ગ્રાઉન્ડ ખાતે સવારે 8:00 કલાકે ગૌ-પૂજન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અહીં વિશ્વેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર પણ આવેલું છે, જ્યાં ભક્તિમય માહોલમાં આ ઉત્સવ ઉજવાશે.આ પાવન પ્રસંગે તરુણા મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં ગૌ માતાનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવશે. હિંદુ સંસ્કૃતિમાં ગૌ માતાને પવિત્રતા, સમૃદ્ધિ અને સેવાનું પ્રતિક માનવામાં આવે છે. શ્રાવણ માસના આ શુભ અવસરે ગૌ પૂજન અને વંદન કરવું એ એક પવિત્ર સેવા તથા પુણ્યનું કાર્ય છે. ગૌ પૂજનની વિધિ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત બહેનો દ્વારા ઢોલના તાલે રાસ-ગરબાની રમઝટ બોલાવી ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.'ગૌ સેવા એ જ ધર્મ સેવા, ગૌ પૂજન એ જ પુણ્યનું પાવન પર્વ' ના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ ધાર્મિક અને સેવાભાવી કાર્યક્રમમાં વિશ્વકર્મા સોસાયટી તેમજ આજુબાજુના વિસ્તારની સર્વે બહેનોને ઉપસ્થિત રહી ગૌ પૂજનનો લાભ લઈ ધન્યતા પ્રાપ્ત કરવા પ્રમુખ એ. કે. ઠોરિયા દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #BolChoth #GauPujan #VishwakarmaSociety #VishweshwarMahadev #GauSeva #ShravanMas #MorbiNews