મોરબી : મોરબી શહેરના મહેન્દ્રનગરમાં આવેલ મંગલમ વિસ્તારમાં રહેતા ભાનુબેન દિલીપભાઈ પંસારા ઉ.45 બીમાર થતા પ્રથમ મોરબી શહેરની આયુષ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.