પંચવટી ગામના પાટિયા પાસે સ્કોર્પિયોમાં આવેલા બે શખ્સો સહિત ચાર વિરુદ્ધમોરબી : માળીયા મિયાણા તાલુકાના પંચવટી ગામના પાટિયા પાસે ભંગારના ડેલામાં રાત્રે ચોકીદાર તરીકે કામ કરતા યુવકને સ્કોર્પિયોમાં આવેલા ચાર શખ્સોએ છરી બતાવી ભગરનો ડેલો ખાલી કરી દેવા બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના ખીરઇ ગામે રહેતા સુલ્તાનભાઈ રહેમાનભાઈ સામતાણી ઉ.47 પોતાના કૌટુંબિક સગાના પંચવટી પાટિયા નજીક ભંગારના ડેલામાં ચોકીદાર તરીકે કામ કરતા હોય ગત તા.24 ઓગસ્ટના રોજ રાત્રે કાળા રંગની નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કારમાં આરોપી ઈકબાલ હાજીભાઈ મોવર, રણમલ દિલાવર ઉર્ફે દિલાભાઈ સામતાણી તથા બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. આ ચારેયે આરોપીઓએ ફરિયાદી સુલતાનભાઈને ગાળો આપી ડેલો ખાલી કરી દેવા કહ્યું હતું. ફરિયાદી સુલ્તાનભાઈએ ગાળો આપવાની ના પાડતા ઈકબાલ અને રણમલે પોતાના નેફામાંથી છરી કાઢી, ફરિયાદી તથા તેના કૌટુંબિક ભાઈ અલ્તાફને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ બનાવ અંગે સુલ્તાનભાઈએ ફરિયાદ નોંધાવતા માળીયા મિયાણા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.