ટીવી, ફ્રીજ, મોટર જેવા ઉપકરણો બળી જવાની ફરિયાદો ઉઠી, પીજીવીસીએલ માં ફરિયાદમોરબી અપડેટ: મોરબીના વાઘપરા-17 વિસ્તારમાં આવેલા સિટી એપાર્ટમેન્ટના રહેવાસીઓ છેલ્લા ઘણા સમયથી વીજળીની અગવડતાનો સામનો કરી રહ્યા છે. અહી વારંવાર વોલ્ટેજમાં વધઘટ થતી હોવાથી સ્થાનિકોએ નાયબ ઇજનેર, PGVCL કચેરી, મોરબીને લેખિતમાં રજૂઆત કરી કાયમી નિરાકરણની માંગ કરી છે.રજૂઆતમાં જણાવ્યા અનુસાર, સિટી એપાર્ટમેન્ટ વિસ્તારમાં અચાનક વોલ્ટેજ વધી જવા કે ઘટી જવાની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. દર 1 કે 2 દિવસે ડી.ઓ. પણ ઉડી જવાની ઘટના બને છે. આ અનિયમિત વીજ પુરવઠાના કારણે રહીશોના ઘરમાં રહેલા ઇલેક્ટ્રિક સાધનો જેવા કે ટીવી, ફ્રીજ અને પાણીની મોટરને ભારે નુકસાન થયું છે. વારંવાર સર્જાતી આ સમસ્યાના કારણે લોકોને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે.આ મામલે રહીશોએ માંગ કરી છે કે સિટી એપાર્ટમેન્ટ ખાતે તાત્કાલિક ટેકનિકલ તપાસ કરાવવામાં આવે અને વોલ્ટેજની સમસ્યાનું મૂળ કારણ શોધીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે. ભવિષ્યમાં કાયમી ધોરણે યોગ્ય અને સ્થિર વોલ્ટેજ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની અપીલ કરાઈ છે. આ સાથે અગાઉ થયેલા નુકસાન અંગે પણ યોગ્ય માર્ગદર્શન અને કાર્યવાહી કરવા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #PGVCL #PowerIssue #VoltageFluctuation #Vaghpara #MorbiNews