મોરબી અપડેટ : મોરબી જિલ્લામાં તાજેતરમાં 10 જેટલા PI ની બદલી કરવામાં આવી હતી. આ બદલીના આદેશો અંતર્ગત હળવદ પોલીસ સ્ટેશનમાં પણ નવા અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. હળવદ પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા અઢી વર્ષથી ફરજ બજાવતા PI આર.ટી. વ્યાસની બદલી મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. જ્યારે તેમની જગ્યા પર લીવ રિઝર્વમાં રહેલ કે.કે. દરબારની હળવદ પોલીસ સ્ટેશનના નવા PI તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ બદલીઓ અંતર્ગત ગઈકાલે હળવદ પોલીસ સ્ટેશન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં PI આર.ટી. વ્યાસનો વિદાય સમારંભ તેમજ નવા નિમાયેલા PI કે.કે. દરબારનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસ જવાનો તેમજ સ્થાનિક પત્રકારો સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને બન્ને અધિકારીઓને તેમની નવી સફર અને ફરજ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.#MorbiUpdate #Halvad #MorbiPolice #HalvadPoliceStation #PoliceTransfer #MorbiNews #GujaratPolice