મોરબી અપડેટ : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને વધારાના રશને પહોંચી વળવાના હેતુથી ઓખા–શકુરબસ્તી સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા છે.રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 09523 ઓખા–શકુરબસ્તી સાપ્તાહિક સ્પેશિયલના ફેરા 20 ઓક્ટોબરથી 24 નવેમ્બર, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09524 શકુરબસ્તી–ઓખા સાપ્તાહિક સ્પેશિયલના ફેરા 21 ઓક્ટોબરથી 25 નવેમ્બર, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે.ટ્રેન નંબર 09523 ના લંબાવવામાં આવેલા ફેરાનું બુકિંગ 1 સપ્ટેમ્બર, 2026 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC ની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને કોચ સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર માહિતી મેળવી શકે છે.