સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી યોજાયેલા કેમ્પમાં 30 રક્તદાતાઓએ રક્તદાન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરીમોરબી અપડેટ: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય મોરબી દ્વારા બ્રહ્માકુમારી પ્રકાશમણીજી દાદીજીની પુણ્યતિથિ નિમિત્તે સંસ્કાર હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના વિશેષ સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં 30 રક્તદાતાઓએ રક્તદાન કરીને બ્રહ્માકુમારી પ્રકાશમણીજી દાદીજીને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી.આ સેવા કાર્યને સફળ બનાવવા માટે બ્રહ્માકુમારી અલકાબેન અને તમામ સાધક ભાઈ-બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ તમામ આયોજકો, રક્તદાતાઓ તેમજ સાધક ભાઈ-બહેનોનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા અને બ્રહ્માકુમારી પ્રકાશમણીજી દાદીજીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.#Morbi #MorbiUpdate #BloodDonation #BrahmaKumaris #BloodDonationCamp #SocialWork