જે મહિલા કેદીઓના ભાઈઓ કોઈ કારણસર ન આવી શક્યા, તેઓ પાસે જેલ સ્ટાફે રાખડી બંધાવી મોરબી અપડેટ : રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે મોરબી સબજેલમાં એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કેદી ભાઈઓને તેમની સગી બહેનો રૂબરૂ મળીને રાખડી બાંધી શકે તેવી વ્યવસ્થા જેલ પ્રશાસન દ્વારા ગોઠવવામાં આવી હતી. પોલીસ મહાનિદેશક (જેલ) ડો. કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ સુરક્ષા અને શિસ્તને ધ્યાનમાં રાખીને બહેનોને જેલ કેમ્પસમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ભાઈઓને હાથોહાથ રાખડી બાંધવાની છૂટ અપાઈ હતી.અધિકારીઓએ કેદીઓને આપ્યો સદાચારી બનવાનો સંદેશ આ પ્રસંગે જેલના અધિકારીએ જણાવ્યું હતું કે, એક ભૂલના કારણે કેદીઓનો આખો પરિવાર હેરાન થાય છે. બહેનોને દૂર દૂરથી સાસરેથી કે અન્ય શહેરમાંથી જેલમાં રાખડી બાંધવા આવવું પડે છે. આ તહેવાર પર કેદીઓને એવો સંદેશ આપવામાં આવ્યો હતો કે તેઓ ભવિષ્યમાં આવી કોઈ ભૂલ ન કરે, કાયદાનું ચુસ્તપણે પાલન કરે અને દેશના સારા નાગરિક બને.જેલ સ્ટાફે ભાઈ બનીને મહિલા કેદીઓ પાસે રાખડી બંધાવીજે મહિલા કેદીઓના ભાઈઓ કોઈ કારણસર રાખડી બંધાવવા આવી શક્યા ન હતા, તેમના માટે જેલ સ્ટાફે ભાઈની ફરજ નિભાવી હતી. જેલ અધિકારી અને સ્ટાફે પોતે મહિલા કેદીઓ પાસે રાખડી બંધાવી હતી જેથી તેમને દુઃખ ન થાય અને પરિવારની હૂંફ મળી રહે. લીલાબેન નામના એક મહિલા કેદીએ ભાવુક થતા જણાવ્યું હતું કે તેમના ભાઈઓ આવી શક્યા ન હોવાથી જેલના સ્ટાફે જ ભાઈ બનીને તેમને રાખડી બંધાવી છે, જેનો તેમને સંતોષ છે.કેદીએ યુવાનોને આપી ગુનાખોરીથી દૂર રહેવાની સલાહ બસંત કેશવજીભાઈ ભોજવીયા નામના એક કેદીએ જેલ તંત્રના આ આયોજનની પ્રશંસા કરતા કહ્યું હતું કે પરિવારથી દૂર હોવા છતાં આ વ્યવસ્થાથી ખૂબ સારો અનુભવ થયો છે. તેમણે અન્ય લોકોને અને યુવાનોને સંદેશ આપ્યો હતો કે વડીલોનું માર્ગદર્શન સાંભળવું જોઈએ અને એવા કોઈ પણ ગેરકાનૂની કામથી દૂર રહેવું જોઈએ જેનાથી પરિવારથી દૂર રહેવાનો વારો આવે અને પરિવારને દુઃખ પહોંચે.#Morbi #MorbiUpdate #Rakshabandhan #MorbiSubJail #GujaratPolice #RakhiCelebration #MorbiNews