ચોટીલાના રાજપર ગામેથી દારૂ બનાવી મોરબીના મોરબીના 3 શખ્સોને કરવાનો હતો સપ્લાય : ત્રણેય સામે ગુનો દાખલ મોરબી: મોરબી તાલુકા પોલીસની ટીમે રક્ષાબંધન તહેવાર નિમિત્તે પેટ્રોલીંગ દરમિયાન લાલપર ગામ પાસે વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પરથી એક ક્રેટા કારમાંથી ગેરકાયદેસર દેશી દારૂના મોટા જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે કાર, દેશી દારૂ અને મોબાઈલ સહિત કુલ 555000 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મોરબી તાલુકા પોલીસ મથકના અજયસિંહ અનિરૂધ્ધસિંહ ઝાલા સહિતનો સ્ટાફ ઘુટું રોડ આઈટીઆઈ પાસે પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાંકાનેર તરફથી લાલપર થઈ એક સફેદ કલરની હુન્ડાઈ ક્રેટા કાર (નંબર: GJ-10-CG-4630) માં કેફી પીણું ભરીને મોરબી તરફ આવી રહી છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે તુરંત પંચોને સાથે રાખીને લાલપર ગામે સંત કૃપા હોટલ સામે હાઇવે પર વોચ ગોઠવી હતી. બપોરે આશરે 12:00 વાગ્યે શંકાસ્પદ ક્રેટા કાર આવતા તેને રોકીને ડ્રાઇવરની પૂછપરછ અને કારની સઘન તલાશી લેવામાં આવી હતી.555000 નો મુદ્દામાલ અને દારૂનો જથ્થો જપ્ત પોલીસે કારની પાછળની સીટ તથા ડેકીમાં તપાસ કરતા તેમાંથી પ્લાસ્ટિકના 14 બાચકા મળી આવ્યા હતા. આ બાચકાઓ ખોલીને જોતા તેમાંથી 5 લીટરની ક્ષમતાવાળી કુલ 140 પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરેલો આશરે 700 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે 140000 ની કિંમતનો 700 લીટર દારૂ, 400000 ની કિંમતની ક્રેટા કાર તથા 15000 ની કિંમતના 2 મોબાઈલ ફોન મળીને કુલ 555000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.એક આરોપી ઝડપાયો, અન્ય ત્રણની શોધખોળ ચાલુ આ રેઇડ દરમિયાન પોલીસે કાર ચલાવી રહેલા સલીમ ઉર્ફે સલો બાબુભાઇ વિકીયાણી (ઉંમર 38, રહે. સરાયા, તા. ટંકારા, જી. મોરબી) ની અટકાયત કરી હતી. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તેણે કબૂલાત આપી હતી કે તે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના રાજપર ગામે પોતાની વાડી પાસે ભઠ્ઠી બનાવી દેશી દારૂ તૈયાર કરતો હતો. આ દારૂનો જથ્થો મોરબીના ઈરફાનભાઇ ને 300 લીટર, સદામભાઇ જામ ને 200 લીટર અને સલીમ ઉર્ફે રાહુલભાઇ પઠાણ ને 200 લીટર આપવાનો હતો. પોલીસે મોરબીના આ ત્રણેય આરોપીઓને વોન્ટેડ જાહેર કરી, તેઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.#Morbi #MorbiPolice #CrimeNews #MorbiTalukaPolice #ProhibitionRaid #Lalpar #MorbiUpdate