28 ઓગસ્ટ ને શુક્રવારે હરરાજીનું તમામ કામકાજ બંધ રહેશે : ખેડૂતો અને વેપારીઓને નોંધ લેવા અપીલમોરબી અપડેટ: મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) દ્વારા જનરલ કમિશન એજન્ટો, વેપારીઓ તેમજ ખેડૂત ભાઈઓ માટે અગત્યની જાહેરાત કરવામાં આવી છે. આગામી તા. 28/08/2026 ને શુક્રવારના રોજ પવિત્ર 'રક્ષાબંધન'નો તહેવાર હોવાથી મોરબી માર્કેટિંગ યાર્ડના અનાજ વિભાગમાં રજા જાહેર કરવામાં આવી છે. રજાના કારણે શુક્રવારે અનાજ વિભાગમાં હરરાજીનું તમામ કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે. જેથી તમામ ખેડૂતો, વેપારીઓ અને એજન્ટોએ આ બાબતની ખાસ નોંધ લેવા ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #APMC #MorbiMarketYard #Rakshabandhan #GujaratNews #MarketingYard