રાજ્યમાં વધતી નશાખોરી અને કાયદો-વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ મુદ્દે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને રજૂઆત કરાઈમોરબી અપડેટ: ગુજરાતમાં કાગળ પર સંપૂર્ણ દારૂબંધી હોવા છતાં ભાવનગર જિલ્લાના ખરકડી ગામમાં સર્જાયેલા નકલી દારૂકાંડ અને ડ્રગ્સના વધતા દૂષણ મુદ્દે સ્વયમ્ સૈનિક દળ (SSD) દ્વારા મોરબી કલેક્ટર મારફત રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ લઠ્ઠાકાંડમાં 10 લોકોના મોત અને 40 થી વધુ લોકો ગંભીર હોવાથી તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.તંત્ર અને સરકાર સામે ગંભીર આક્ષેપો:સરકારી દાવાઓની પોલ: જુલાઈ 2022 ના બોટાદ લઠ્ઠાકાંડમાં 42 લોકોના મોત બાદ સરકારે નશાના નેટવર્કને તોડી પાડવાના દાવા કર્યા હતા, પરંતુ 2026 માં ફરી આ ઘટના બની છે, જે દર્શાવે છે કે તંત્રએ કોઈ બોધપાઠ લીધો નથી.ડ્રગ્સ હેરાફેરી: 2020 થી 2024 દરમિયાન ગુજરાતના બંદરો પરથી 7,350 કરોડના નાર્કોટિક્સ જપ્ત થયા છે. તાજેતરમાં 2026 માં મુંદ્રા નજીક 1,150 કરોડનું 115 કિલો કોકેઈન પકડાયું છે. પરંતુ આંતરરાષ્ટ્રીય નેટવર્કના મુખ્ય આર્થિક અને રાજકીય માસ્ટરમાઈન્ડ સુધી તપાસ ક્યારેય પહોંચતી નથી.પોલીસની મિલીભગત: ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદ વગર આ ગેરકાયદેસર ધંધા અશક્ય છે. દુર્ઘટના સમયે માત્ર PSI/PI ને સસ્પેન્ડ કરી SP કે Range IG જેવા ઉચ્ચ અધિકારીઓની સુપરવાઇઝરી નિષ્ફળતા છુપાવી લેવાય છે.ગરીબ વર્ગ પર અસર: નશાના અડ્ડાઓ જાણીજોઈને પછાત, લઘુમતી અને શ્રમજીવી વિસ્તારોમાં ચલાવવામાં આવે છે, જેનો ભોગ નિર્દોષ મહિલાઓ, બાળકો અને પરિવારો બની રહ્યા છે.સ્વયમ્ સૈનિક દળની મુખ્ય માંગણીઓ:ન્યાયિક તપાસ: ભાવનગર નકલી દારૂકાંડની હાઈકોર્ટના સીટીંગ જજ કે ઉચ્ચસ્તરીય સ્વતંત્ર તપાસ પંચ દ્વારા નિષ્પક્ષ તપાસ થાય.સોર્સ ઇન્વેસ્ટિગેશન: માત્ર દારૂ પીનારાઓને પકડવાને બદલે મેથનોલ બનાવનાર ફેક્ટરી અને મૂળ સપ્લાયર સુધીની સપ્લાય ચેઇનની ઊંડાણપૂર્વક તપાસ થાય.સુપરવાઇઝરી જવાબદારી: જે-તે જિલ્લાના SP અને Range IG સામે સુપરવાઇઝરી નિષ્ફળતા બદલ ખાતાકીય પગલાં લેવામાં આવે.ગૃહમંત્રીનું રાજીનામું: કાયદો અને વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતા સ્વીકારી ગૃહમંત્રી રાજીનામું આપે અથવા તેમને પદ પરથી દૂર કરવામાં આવે.શ્વેતપત્ર રજૂ કરો: દારૂબંધી અને ડ્રગ્સ વિરોધી કામગીરી અંગે જિલ્લાવાર આંકડાઓ સાથેનું શ્વેતપત્ર વિધાનસભામાં રજૂ કરવામાં આવે.જનતા રેડની ચેતવણી: જો તંત્ર દ્વારા તાત્કાલિક કડક પગલાં નહીં લેવાય, તો જનહિતમાં ગેરકાયદે અડ્ડાઓ પર સીધી 'જનતા રેડ' કરવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે.#Morbi #MorbiUpdate #SwayamSainikDal #SSD #Bhavnagar #Latthakand #GujaratPolice #CollectorMorbi #NewsUpdate #GujaratNews