શીતળા સાતમના પાવન દિને હનુમાન ચાલીસા, મહાઆરતી અને મહાપ્રસાદ યોજાશેમોરબી અપડેટ : આમરણ ચોવીસી પંથકના રામનગર ગામે સ્વ. ભાગવતાચાર્ય શાસ્ત્રી ગિરધરભાઈ રામજીભાઈ જાનીની પ્રથમ પુણ્યતિથિ પ્રસંગે આગામી તા. 3/9/2026, શીતળા સાતમના પાવન દિને પરિવારજનો દ્વારા સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ ધાર્મિક અવસર નિમિત્તે સાંજે 4 થી 7 કલાક દરમિયાન સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસા પાઠ, મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે. જેમાં રામનગર સમસ્ત ગામ સહિત બહોળી સંખ્યામાં અનુયાયીઓ અને ભાવિકો ઉપસ્થિત રહેશે.ઉલ્લેખનીય છે કે ગત પવિત્ર શ્રાવણ માસમાં નિત્ય પૂજા-અર્ચન દરમિયાન જ શાસ્ત્રી ગિરધરભાઈ જાનીનું હૃદયરોગના તીવ્ર હુમલાથી નિધન થયું હતું. આજથી 50 વર્ષ પહેલા ગણપતિ ઉપાસક અને જ્યોતિષાચાર્ય એવા પિતા રામજીભાઈ ગૌરીશંકર જાનીના નામ પરથી જ નવા વસેલા 'રામનગર' ગામનું તોરણ બંધાયું હતું. ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત રહી સુંદરકાંડ પાઠનો લાભ લેવા સ્વર્ગસ્થના પુત્રો ઉપેન્દ્રભાઈ જાની, રાજેશભાઈ જાની તેમજ સનતભાઈ જાની દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #Amran #Ramnagar #MorbiUpdate #SundarkandPaath #ShastriGirdharbhaiJani #Punyathithi #ShitlaSatam #ReligiousEvent #MorbiNews