ધોરણ 9 થી કોલેજ સુધીના પ્રથમ અને દ્વિતીય ક્રમાંકિત વિદ્યાર્થીઓનું થશે બહુમાન: પુસ્તક અને ITI શિષ્યવૃત્તિ વિતરણ તેમજ રાસગરબાનું આયોજનમોરબી અપડેટ : સતવારા નવગામ જ્ઞાતિ - મોરબી દ્વારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આગામી તારીખ 30-8-2025, રવિવારના રોજ બપોરે 3 કલાકે વાર્ષિક 'પુરસ્કાર વિતરણ સમારંભ' નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહ રવાપર રોડ પર કાલિકા પ્લોટ-7 સ્થિત સતવારા નવગામ જ્ઞાતિની વાડી, મોરબી-1 ખાતે યોજાશે.આ સમારંભમાં વર્ષ 2025 ની વાર્ષિક પરીક્ષામાં ધોરણ 9 થી કોલેજ સુધીમાં પ્રથમ તેમજ દ્વિતીય ક્રમે ઉત્તીર્ણ થયેલા જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈ-બહેનોને દાતાઓના પરિવારજનોના હસ્તે શિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સાથે કાર્યક્રમ દરમિયાન સ્વ. વિમલકુમાર અ. જાદવ આઈ.ટી.આઈ. વાર્ષિક શિષ્યવૃત્તિ પ્રદાન કરવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓ અને ઉપસ્થિતો માટે રાસગરબાનું પણ આયોજન રાખેલ છે.આ ગૌરવપૂર્ણ સમારોહમાં સમયસર ઉપસ્થિત રહેવા સતવારા નવગામ જ્ઞાતિ મોરબીના પ્રમુખ ડો. લખમણભાઈ એમ. કંઝારિયા દ્વારા જ્ઞાતિજનોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #SatwaraSamaj #SatwaraNavgamGnati #PrizeDistribution #StudentFelicitation #ITIScholarship #EducationNews #RavaparRoad #MorbiNews