એલસીબી ટીમની અમીરસ હોટલ પાસે કાર્યવાહી : રૂ.3.54 લાખનો મુદામાલ કબ્જેમોરબી અપડેટ: મોરબી જિલ્લાના માળીયા મિયાણા હાઇવે પર અમીરસ હોટલ પાસે મોરબી એલસીબીની ટીમે સ્કોર્પિયો કારમાંથી 270 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને કાર સહિત કુલ 3,54,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મંગાવનાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે એક સફેદ કલરની સ્કોર્પિયો કાર (GJ05CM7360) ને અમીરસ હોટલ પાસે રોકી તપાસ કરતા પાછળની સીટમાંથી 270 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 54,000 રૂપિયાની કિંમતનો દારૂ અને 3,00,000 રૂપિયાની કિંમતની સ્કોર્પિયો કાર મળી કુલ 3,54,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પકડાયેલા આરોપી કાર ચાલક મહેબુબ ભટ્ટી (ઉં.વ. 55, રહે. ભચાઉ હિંમતપુરા, જી. કચ્છ, મૂળ રહે. ભટ્ટીવાસ, માળીયા મિયાણા) ને પૂછપરછ કરતા તેણે કબૂલાત આપી હતી કે આ દારૂનો જથ્થો મોરબીના તૈયબભાઈ ગુલમહમદ માણેક નામના શખ્સે મંગાવ્યો હતો. આથી માળીયા મિયાણા પોલીસે મહેબુબ ભચુભાઈ ભટ્ટી અને તૈયબભાઈ ગુલમહમદ માણેક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. #Morbi #MorbiUpdate #MaliyaMiyana #CrimeNews #Prohibition #MorbiPolice #LCBMorbi