મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીએ ડોર-ટુ-ડોર કચરા કલેક્શન અને સફાઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું : GVP પોઇન્ટ સાફ કરી DDT નો છંટકાવ કરાયોમોરબી અપડેટ: મોરબીને સ્વચ્છ અને સુઘડ બનાવવાના ઉદ્દેશ સાથે મહાનગરપાલિકા તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે. જેના ભાગરૂપે આજે વહેલી સવારે ખાખરેચી દરવાજા તેમજ આસપાસના રહેણાંક વિસ્તારોમાં સઘન સફાઈ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.આ મુલાકાત દરમિયાન મોરબી મહાનગરપાલિકા કમિશનર સંગીતા રૈયાણી સહિતના અધિકારીઓએ સ્થળ પર ઉપસ્થિત રહી સ્થાનિક નાગરિકો સાથે સીધી વાતચીત કરી હતી. જેમાં ડોર-ટુ-ડોર કચરો લેવા આવતા વાહનોની સમયસરતા અને સફાઈ કર્મચારીઓની કામગીરી અંગે લોકો પાસેથી પ્રત્યક્ષ વિગતો મેળવી હતી. આ ઉપરાંત ખાખરેચી દરવાજા પાસે રહેલા GVP (ગાર્બેજ વલ્નરેબલ પોઇન્ટ) પરથી ગંદકી દૂર કરી સઘન સફાઈ કરવામાં આવી હતી અને જંતુનાશક ડીડીટી પાવડરનો છંટકાવ કરાયો હતો.#Morbi #MorbiUpdate #MorbiMahanagarpalika #SangeetaRaiyani #CleanMorbi #SwachhMorbi #DoorToDoor #GVPRemoval #MorningDrive #MorbiNews