બેડીથી માધાપર ચોકડી સુધી પણ વાહનોની કતારો જામી : રક્ષાબંધનના પર્વને લઈ ઠેર-ઠેર ટ્રાફિકના દ્રશ્યોમોરબી અપડેટ : મોરબીથી રાજકોટ જતા માર્ગ પર બેડી ચોકડી પાસે રાત્રીના સમયે ચિક્કાર ટ્રાફિક સર્જાયો છે. વાહનોની ગતિ થંભી જવાના કારણે મોરબીથી રાજકોટ તરફ જતા અસંખ્ય વાહનચાલકો રસ્તામાં અટવાયા છે અને તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.માત્ર રાજકોટ જવાના માર્ગ પર જ નહીં, પરંતુ રાજકોટથી મોરબી આવતા માર્ગ પર માધાપર ચોકડીથી લઈને બેડી ચોકડી સુધીના સમગ્ર માર્ગ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે અને વાહનોના થપ્પા લાગી ગયા છે. બંને તરફ ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા મુસાફરો પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવામાં વિલંબનો સામનો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રક્ષાબંધનના પર્વને કારણે રાજકોટમાં ઠેર-ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે.#MorbiUpdate #MorbiNews #RajkotMorbiHighway #TrafficJam #BediChokdi #MadhaparChokdi #HighwayTraffic #GujaratNews #RajkotTraffic