મોરબી અપડેટ સહિતના માધ્યમોના અહેવાલની અસરથી તંત્ર હરકતમાંમોરબી અપડેટ : મોરબીની એલ.ઈ. કોલેજના ગ્રાઉન્ડમાં લોકમેળો પૂર્ણ થયા બાદ ચારેતરફ કચરાના ગંજ ખડકાઈ ગયા હતા. મેળાનું આયોજન કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા નિયમ મુજબ યોગ્ય સફાઈ કરવામાં ન આવતા દર વખતે મેળા બાદ આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હતું, જેના કારણે અહીં દરરોજ દોડવા તેમજ વિવિધ રમતોની પ્રેક્ટિસ માટે આવતા દોડવીરો અને રમતવીરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.આ ગંભીર બેદરકારી અંગે 'મોરબી અપડેટ' સહિતના મીડિયા માધ્યમો દ્વારા અહેવાલ પ્રસારિત કરી તંત્રનું ધ્યાન દોરવામાં આવતા આખરે તંત્ર હરકતમાં આવ્યું છે. આજે વહેલી સવારથી જ ગ્રાઉન્ડ પર મજૂરો દ્વારા કચરો એકઠો કરવાની અને મેદાનને સ્વચ્છ કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે એલ.ઈ. કોલેજનું ગ્રાઉન્ડ સીધું કોલેજ પ્રશાસન હસ્તક આવે છે અને મહાનગરપાલિકા હસ્તક આવતું નથી. ગઈકાલે મહાનગરપાલિકાના ટ્રેક્ટર અને જેસીબી દ્વારા જે સફાઈ કરવામાં આવી હતી તેમાં માત્ર વેઠ ઉતારવામાં આવી હોવાનું જોવા મળ્યું હતુ. ત્યારે હાલ સંલગ્ન તંત્ર દ્વારા યોગ્ય રીતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiUpdateImpact #LECollegeGround #GroundCleaning #SwachhMorbi #AthletesIssue #MorbiNews