મોરબી : મોરબી એસઓજી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન લખધીરપુર રોડ પર આવેલા લવ એન્ડ લક્ઝરી સ્પામાં ચેકીંગ કરતા તપાસ દરમિયાન સ્પા મેનેજર જયદિપભાઈ દિનેશભાઈ ગોહેલ રહે. સીરામીક સીટી જી-2 બ્લોક નં.201 મોરબી, મૂળ રહે.ગુદી ગામ તા.ધોળકા જી.અમદાવાદ વાળા દ્વારા સ્પામાં કામ કરતી ત્રણ સ્પા વર્કરના બાયોડેટા ફોર્મની પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું. જેથી જીલ્લા મેજીસ્ટ્રેટના અમલમાં રહેલા જાહેરનામાના બદલ આરોપી સ્પા-સંચાલક સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.