મોરબી અપડેટ : હળવદ ટાઉન વિસ્તારમાં ગોરી દરવાજા પાસે જાહેરમાં ગંજીપાના અને ચિત્રવાળા બેનર પર પૈસાની હારજીતનો જુગાર રમતા 2 શખ્સોને હળવદ પોલીસે બાતમીના આધારે રેઇડ કરી રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા છે.મળતી વિગત મુજબ, હળવદ પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન ગોરી દરવાજા વિહતમાતાના મંદિર પાસે કેટલાક શખ્સો અંદર-બહારનો જુગાર રમી-રમાડી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી સ્થળ પર રેઇડ કરતા સ્ટ્રીટ લાઈટના અજવાળે પ્લાસ્ટિકના બેનર અને ગંજીપાના વડે જુગાર રમતા 2 શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.પકડાયેલા આરોપીઓ:● અશોકભાઇ સવજીભાઇ કુડેચા (ઉં.વ. 35, રહે. ગોરી દરવાજા, હળવદ, જી. મોરબી)● વિષ્ણુભાઈ પ્રવિણભાઇ ડાભી (ઉં.વ. 26, રહે. ગોરી દરવાજા, હળવદ, જી. મોરબી)પોલીસે સ્થળ પરથી 13 ચિત્રોવાળું પ્લાસ્ટિકનું બેનર, ગંજીપાનાના 52 પાના તેમજ આરોપીઓ પાસેથી મળેલ રોકડા રૂ. 7,200 કબ્જે કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ 12(A) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.#Morbi #Halvad #MorbiNews #HalvadPolice #CrimeUpdate #GamblingRaid #MorbiUpdate