એક વખત છટાછેડા બાદ પુનઃ લગ્ન કર્યા તો પણ સાસરિયાઓએ ત્રાસ ગુજારવાનું બંધ ન કર્યુંમોરબી : મોરબી શહેરમાં પિયરમાં રહેતા પરિણીતાના જામનગર ખાતે લગ્ન થયા બાદ પતિ સહિતના સાસરિયા નાની-નાની બાબતોમાં ઝઘડો કરી શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપતા હોય એક વખત છૂટાછેડા આપી દીધા બાદ પુનઃ લગ્ન કર્યા હતા.જો કે, પુન:લગ્નમાં પણ લગ્નજીવન સફળ ન થતા પરિણીતા માવતરના ઘેર રહેવા મજબૂર બન્યા છે. હાલમાં સાસરિયાઓ સાડા પાંચ વર્ષની દીકરી માતાને પરત ન સોંપતા આ બાબતે પરિણીતાએ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના બોરીચાવાસ વિસ્તારમાં માવતરના ઘેર રહેતા ફરિયાદી મિલનબેન રામસીભાઈ ગોજીયાએ પતિ હિતેષ ઉર્ફે જીતુ અરજણભાઈ કરંગીયા અને સાસુ મણીબેન અરજણભાઈ કરંગીયા રહે.ન્યુ નવાનગર રણજીતસાગર રોડ જામનગર વાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, તેમના લગ્ન વર્ષ ૨૦૧૭માં હિતેષ ઉર્ફે જીતુ સાથે થયા હતા.લગ્નજીવન બાદ તેમને બે પુત્રીઓનો જન્મ થયો હતો. જો કે, લગ્નના થોડા સમય બાદ સાસુ ઘરકામ સહિતની નાની બાબતોને લઈને ઝઘડા કરતા તથા પતિને ફરિયાદી વિરુદ્ધ ચઢામણી કરતા, જ્યારે બીજી બાજુ પતિ પણ શંકા રાખી ઝઘડા કરતા હતા.લગ્નના બે વર્ષ બાદ બંને પતિ-પત્નીની સંમતિથી છૂટાછેડા થયા બાદ સમાધાન થયા બાદ ફરી લગ્ન કર્યા બાદ પણ સાસુ અને પતિ તરફથી ત્રાસ ચાલુ રાખવામાં આવ્યો હતો. વધુમાં પતિ અને સાસુ પિયરના પરિવારજનો સાથે મળવા-વાતચીત કરવા બાબતે પણ નજર રાખી ત્રાસ આપતા હતા.બીજીતરફ મીલનબેને મોટી પુત્રીને થોડા સમય માટે સાસુ પાસે મોકલી હતી જેને ખાસો સમય વીત્યા બાદ આજદિન સુધી દીકરી પરત ન સોંપતા હાલમાં છેલ્લા દોઢ વર્ષથી ફરિયાદી મિલનબેન નાની પુત્રી સાથે પિયરમાં રહે છે હાલ મહિલા પોલીસે આરોપી પતિ અને સાસુ વિરુદ્ધ બીએનએસની કલમ ૮૫ તથા ૫૪ મુજબ ફરિયાદ નોંધવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.