નવા ઠરાવ મુજબ ખેડૂતોને મળશે અનેકગણું ન્યાયી વળતરમોરબી અપડેટ : મોરબી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ટ્રાન્સમિશન લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોના હિતમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાની MRC (મિનિમમ રેટ કમિટી) દ્વારા વધુ 4 ગામના ખેડૂતો માટે જમીનના નવા ભાવ નક્કી કરવામાં આવ્યા છે. નવા ઠરાવ મુજબ ખેડૂતોને જૂના ભાવની સરખામણીમાં અનેકગણું વધુ વળતર મળશે.ગામવાઇઝ નક્કી થયેલ નવા ભાવની વિગતોરાણેકપર (હળવદ તાલુકો): જૂનો ભાવ રૂ. 13.50 લાખ પ્રતિ વીઘા હતો, જે વધારીને નવો ભાવ રૂ. 69 લાખ પ્રતિ વીઘા નક્કી કરવામાં આવ્યો છે. આ અંદાજિત 5 ગણાથી વધુનો વધારો છે.ઘીયાવડ (વાંકાનેર તાલુકો): જૂનો ભાવ રૂ. 13.50 લાખ પ્રતિ વીઘા હતો, જે વધારીને નવો ભાવ રૂ. 55 લાખ પ્રતિ વીઘા કરવામાં આવ્યો છે. આ અંદાજિત 4 ગણાથી વધુનો વધારો છે.હોલમઢ (વાંકાનેર તાલુકો): જૂનો ભાવ રૂ. 13.50 લાખ પ્રતિ વીઘા હતો, જે વધારીને નવો ભાવ રૂ. 49.50 લાખ પ્રતિ વીઘા કરવામાં આવ્યો છે. આ અંદાજિત 3.5 ગણાથી વધુનો વધારો છે.પારદર્શક પ્રક્રિયા અને ખેડૂતોની ભાગીદારીઆ સમગ્ર પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે સરકારની જોગવાઈ મુજબ 3 મૂલ્યાંકનકારો પાસેથી બંધ કવરમાં ભાવ મેળવવામાં આવ્યા હતા. ત્યારબાદ, ખેડૂત પ્રતિનિધિઓની હાજરીમાં લોટરી પદ્ધતિથી 2 કવર પસંદ કરી અને અંતિમ ભાવ નક્કી કરવામાં આવ્યા હતા.7 દિવસમાં 100% ચુકવણીનો આદેશખેડૂતોને હાલાકી ન પડે તે માટે ચુકવણી સંબંધી મહત્વનો નિર્ણય લેવાયો છે. જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે નક્કી થયેલ 100% રકમ 7 દિવસની અંદર ખેડૂતોને ચુકવવામાં આવે.જિલ્લા વહીવટીતંત્ર, મોરબી દ્વારા અન્ય અસરગ્રસ્ત ખેડૂતોને પણ પોતાનો પ્રતિનિધિ નિમણૂંક કરી આ MRC પ્રક્રિયામાં જોડાવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #Farmers #Agriculture #GujaratGovernment #LandCompensation #Halvad #Wankaner #DistrictCollectorMorbi