માર્બિલાનો ગ્રુપ અને સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી આયોજિત કેમ્પમાં ઉદ્યોગકારો અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધોમોરબી અપડેટ : મોરબીના માટેલ રોડ પર આવેલ ક્રિવિટા ગ્રેનીટો ખાતે 26 ઓગસ્ટના રોજ એક વિશાળ રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. માર્બિલાનો ગ્રુપ દ્વારા હર્ષદભાઈ આદ્રોજાની શુભ પ્રેરણાથી અને મોરબીના સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી આ કેમ્પ યોજવામાં આવ્યો હતો. સમાજ સેવાના આ ઉમદા કાર્યમાં લોકોએ અને ખાસ કરીને યુવાનોએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો. આ મહા રક્તદાન કેમ્પમાં કુલ 202 રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે પરેશભાઈ દેત્રોજા, મયુરભાઈ, રવિભાઈ, મનસુખભાઈ, ચિરાગભાઈ, યશભાઈ, અભયભાઈ, રાધેભાઈ, રોનકભાઈ, જયભાઈ, દર્શનભાઈ અને અશોકભાઈ સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત, ક્રિવિટા ગ્રેનીટોના તમામ યુવાનો અને માટેલ રોડના તમામ ઉદ્યોગકારોએ પણ આ સેવા કાર્યમાં પોતાનો સંપૂર્ણ સહકાર આપ્યો હતો.રક્તદાન કેમ્પની ભવ્ય સફળતા બદલ સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ તમામ આયોજકો, રક્તદાતાઓ તેમજ ક્રિવિટા ગ્રેનીટોના યુવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા.#Morbi #MorbiUpdate #BloodDonation #MatelRoad #MarbilanoGroup #CrivitaGranito #SanskarBloodCenter #BloodDonationCamp #SocialWork #MorbiNews