મુખ્ય વક્તા સંદીપ વિશ્વકર્માએ ગીતાજીના માધ્યમથી જીવન ઘડતર અને નેતૃત્વના ગુણો અંગે માર્ગદર્શન આપ્યુંમોરબી અપડેટ : વિદ્યાર્થીઓને સૈદ્ધાંતિક જ્ઞાનની સાથે જીવનોપયોગી અને વ્યવહારુ શિક્ષણ પૂરું પાડવાના ઉદ્દેશ સાથે મોરબીની પી.જી. પટેલ કોલેજ ખાતે ઈસ્કોન (ISKCON) સંસ્થાના સહયોગથી શ્રીમદ્ ભગવદ્ ગીતા આધારિત વિશેષ 'લીડરશીપ સેમિનાર' નું આયોજન કરવામાં આવ્યું હતું.સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈના નેતૃત્વમાં તેમજ આચાર્ય ડો. રવીન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે સંદીપ વિશ્વકર્માએ વિદ્યાર્થીઓને આધુનિક યુગમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના માધ્યમથી નેતૃત્વ ક્ષમતા (લીડરશીપ) કેવી રીતે વિકસાવવી, જીવનમાં આવતા ચડાવ-ઉતાર અને કપરા સંજોગોમાં મનોબળ અડગ રાખી કેવી રીતે ટકી રહેવું તેમજ ગીતાજીના દિવ્ય સંદેશ દ્વારા જીવનની સાચી સાર્થકતા કઈ રીતે પ્રાપ્ત કરવી તે અંગે રસપ્રદ અને પ્રેરણાદાયી છણાવટ કરી હતી.આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે ઈસ્કોન સંસ્થાના પ્રતિનિધિઓ ડો. અતુલ વામજા, મિત ઠોરિયા, કૌશિક ફેફર તથા શૈલેન્દ્ર રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવદ્ ગીતાની પ્રત વિનામૂલ્યે ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #PGPatelCollege #ISKCON #BhagavadGita #LeadershipSeminar #YouthEmpowerment #EducationNews #MorbiNews