પરિવારજનો કે સંબંધીઓ ફસાયા હોય તો જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનો સંપર્ક કરવા અનુરોધમોરબી અપડેટ : નેપાળ-ચીન સરહદ નજીક લિબેટ તરફથી ભોટેકોશી નદીમાં અચાનક આવેલા પૂરના કારણે નેપાળના વિવિધ વિસ્તારોમાં નુકસાન થયાના અહેવાલો પ્રાપ્ત થતાં મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોની સુવિધા માટે જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC) ખાતે હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અનુરોધ કરાયો છે કે, જેમના પરિવારજનો, સગા-સંબંધીઓ કે પરિચિતો નેપાળમાં ફસાયેલા હોય, ગુમ થયા હોય, જાનમાલનું નુકસાન થયું હોય અથવા તાત્કાલિક સહાયની જરૂરિયાત હોય તેમણે ટોલ-ફ્રી નંબર ૧૦૭૭ ઉપરાંત (૦૨૮૨૨) ૨૪૩૩૦૦ તથા (૦૨૮૨૨) ૨૪૩૪૩૫ પર સંપર્ક કરવો. આ ઉપરાંત નેપાળમાં સ્થાનિક તંત્રનો સંપર્ક કરવા માટે +૯૭૭ ૯૮૫ ૧૩૧ ૬૮૦૭ તથા +૯૭૭ ૯૭૦ ૯૧૦ ૭૫૦૦ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને પ્રાપ્ત થતી માહિતીના આધારે સંબંધિત તંત્ર સાથે સંકલન કરી શક્ય તેટલી રાહત અને માર્ગદર્શન પૂરું પાડવા કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને ગભરાયા વિના ઉપરોક્ત હેલ્પલાઇન નંબરો પર તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરી છે.