જાણો સાયબર ઠગાઈની નવી રીત અને બચાવના ઉપાયોમોરબી અપડેટ: તહેવારોની મોસમ શરૂ થતાં જ સાયબર ગઠિયાઓ સક્રિય થઈ ગયા છે. રક્ષાબંધનના પવિત્ર તહેવારનો ગેરલાભ ઉઠાવીને છેતરપિંડી આચરવા માટે ઠગો દ્વારા અવનવા પેંતરા અજમાવવામાં આવી રહ્યા છે. ભાઈ-બહેનના સ્નેહના તહેવાર વચ્ચે લોકોને ગિફ્ટ વાઉચર, સસ્તી રાખડી અને ડિલિવરી અપડેટના નામે ફસાવીને તેમના બેંક ખાતામાંથી નાણાં સાફ કરવાની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે.ગુજરાતમાં સાયબર ક્રાઈમના કેસોમાં સતત ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. તાજેતરના આંકડાઓ અનુસાર, રાજ્યમાં દર 1 કલાકે એક યા બીજા પ્રકારે 21 જેટલા સાયબર ફ્રોડ નોંધાઈ રહ્યા છે. સામાન્ય રીતે લોકો તહેવારો સમયે આવતી વિવિધ ઓફરો કે શુભેચ્છાઓ પર સરળતાથી વિશ્વાસ કરી લેતા હોવાથી સાયબર માફિયાઓ આ નિર્દોષતાનો લાભ ઉઠાવીને લોકોને શિકાર બનાવી રહ્યા છે.ફ્રોડ આચરવાની નવી રીતસાયબર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હાલમાં મુખ્યત્વે બે પ્રકારે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે: • APK ફાઈલ અને ગિફ્ટ વાઉચરની લાલચ:જે રીતે અગાઉ RTO ચલણના નામે વોટ્સએપ પર ખોટી APK ફાઈલો મોકલવામાં આવતી હતી, તેવી જ રીતે હવે અજાણ્યા નંબર કે કંપનીઓના નામે ‘હેપ્પી રક્ષાબંધન’, ગ્રીટિંગ્સ, ફ્રી ગિફ્ટ કાર્ડ કે સ્ક્રેચ વાઉચરની લાલચ આપતી APK ફાઈલો મોકલવામાં આવે છે. જેવી કોઈ વ્યક્તિ આ ફાઈલ ડાઉનલોડ કરે કે તરત જ ફોનમાં માલવેર (વાયરસ) ઇન્સ્ટોલ થઈ જાય છે. આ માલવેર ફોનનો પર્સનલ ડેટા, બેંકિંગ ડિટેઈલ્સ અને મેસેજ/SMS પર નિયંત્રણ મેળવી લે છે અને OTP મેળવીને બારોબાર ખાતામાંથી નાણાં ટ્રાન્સફર કરી લે છે.• કુરિયર અને રાખડી પાર્સલ ડિલિવરી સ્કેમ:રક્ષાબંધનના સમયે ઘણા લોકો કુરિયર દ્વારા રાખડી મોકલતા કે મંગાવતા હોય છે. તેનો લાભ લઈને ઈ-કોમર્સ કંપની કે જાણીતા કુરિયરના નામે મેસેજ મોકલવામાં આવે છે કે 'તમારું સરનામું અધૂરું હોવાથી પાર્સલ ડિલિવરી થઈ શકી નથી, એડ્રેસ અપડેટ કરવા માટે માત્ર Rs. 2 જેટલો ચાર્જ ભરો.' મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરી જેવો વ્યક્તિ Rs. 2 ભરવા જાય છે, કે તરત જ તેનું આખું બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે.સાયબર ફ્રોડથી કઈ રીતે બચશો ? • વોટ્સએપ કે સોશિયલ મીડિયા પર આવતી કોઈપણ અજાણી APK (.apk) ફાઈલ ભૂલથી પણ ડાઉનલોડ કે ઇન્સ્ટોલ કરવી નહીં.• ફ્રી ગિફ્ટ વાઉચર, સ્ક્રેચ કાર્ડ કે અતિશય સસ્તી ઓફરો દર્શાવતી લિંક પર ક્લિક કરવાનું ટાળવું.• ડિલિવરી અપડેટ કે એડ્રેસ કન્ફર્મેશન માટે Rs. 2 કે Rs. 5 જેવી નજીવી રકમ માંગતી કોઈપણ લિંક ખોલવી નહીં. હંમેશા સત્તાવાર વેબસાઈટ કે એપ પર જઈને જ ટ્રેકિંગ કરવું.• મોબાઈલ સેટિંગ્સમાં જઈને ‘Install from Unknown Sources’ વિકલ્પ હંમેશા બંધ રાખવો.• જો કોઈ પ્રકારની નાણાકીય છેતરપિંડી થાય તો તાત્કાલિક સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરવો અથવા cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવી.#CyberCrime #CyberFraud #RakshabandhanFraud #APKScam #CyberSecurity #CyberAlert #GujaratNews #Rajkot #OnlineFraud #Awareness