બી ડિવિઝન પોલીસે દરોડો પાડી 16,650 રૂપિયા કબ્જે કર્યામોરબી અપડેટ : મોરબી સિટી બી ડિવિઝન પોલીસને ગત મોડી રાત્રે 2 વાગ્યે વીસીપરાના રોહીદાસપરા મેઈન રોડ પર જાહેરમાં કેટલાક લોકો લાઈટના અજવાળે ગોળ કુંડાળું વળીને ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીન પત્તીનો જુગાર રમતા હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. પોલીસે તુરંત જ તમામ શખ્સોની અટકાયત કરી હતી. પોલીસની પૂછપરછમાં પકડાયેલા આરોપીઓના નામ ભાવેશભાઈ મનસુખભાઈ મકવાણા (ઉંમર 36), તુલસીભાઈ છગનભાઈ ચૌહાણ (ઉંમર 35), જીગ્નેશભાઈ મનસુખભાઈ મકવાણા (ઉંમર 32), આકાશભાઈ દિનેશભાઈ બોસીયા (ઉંમર 32), સુમીતભાઈ જેન્તીભાઈ સારેસા (ઉંમર 25), કિશોરભાઈ બાબુભાઈ જાવદ (ઉંમર 39) અને દિપકભાઈ રવજીભાઈ ચૌહાણ (ઉંમર 40) હોવાનું સામે આવ્યું છે. આ તમામ 7 આરોપીઓ રોહીદાસપરા અને વીસીપરા વિસ્તારના રહેવાસીઓ છે. પોલીસની તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી અલગ અલગ દરની ચલણી નોટો મળી આવી હતી. તમામ શખ્સો અને પટ્ટમાંથી રોકડ રકમ મળીને કુલ 16,650 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતા 52 ગંજીપત્તાના પાના પણ કબજે કરવામાં આવ્યા છે. આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ 12 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.#Morbi #MorbiUpdate #MorbiPolice #CrimeNews #GamblingArrest #GujaratNews #MorbiCity