સીટી એ અને બી ડિવિઝન પોલીસની જુગારીઓ પર ધોસ મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં પોલીસે શ્રાવણીયા જુગાર પર ધોસ બોલાવવાનું યથાવત રાખી દરોડા પાડતા મોરબી શહેરમાં ચાર સ્થળેથી ૨૩ પતાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડ્યા હતા.જેમાં બે દરોડા સીટી એ ડિવિઝન પોલીસે તેમજ બે દરોડા બી ડિવિઝન પોલીસે પાડી જુગારીઓની બાજી બગાડી નાખી હતી.પ્રથમ દરોડામાં બો ડિવિઝન પોલીસે શોભેશ્વર રોડ ઉપર પાણીની ટાંકી પાસે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા (૧)હિરાલાલ શંભુભાઈ મોદી રહે. પાવનપાર્ક સોસાયટી (૨) અંકિતભાઈ ઓધવજીભાઈ વીરાણી રહે. શોભેશ્વર રોડ (૩) રવિભાઈ ગણેશભાઈ વરાણીયા રહે. મોરબી તથા (૪) મયુરભાઈ રાજુભાઈ ચૌહાણ રહે. મોરબી વાળાને ઝડપી લઈ રોકડા રૂ.૬,૨૦૦ જપ્ત કર્યા હતા.બીજા દરોડામાં શોભેશ્વર રોડ મફતીયાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા (૧) દિપકભાઈ નરેન્દ્રભાઈ ચૌહાણ રહે. શોભેશ્વર મંદિર પાસે, મોરબી (૨) ભીમાભાઈ હરખાભાઈ વાઘેલા રહે. મોરબી (૩) અંકિતભાઈ ભીખાભાઈ ચાવડા રહે. મોરબી તથા (૪) ઇમરાનભાઈ સબીરભાઈ મોવર રહે. મોરબી વાળાને ઝડપી લઈ પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૭,૪૦૦ કબ્જે કર્યા હતા.ત્રીજા દરોડામાં એ ડિવિઝન પોલીસે શકત શનાળા-ધુનડા રોડ ઉપર તળાવ નજીક ખુલ્લી જગ્યામાં ગંજીપતાના ચિત્રવાળા પોસ્ટર ઉપર પૈસા મૂકી હારજીતનો જુગાર રમતા આરોપી (૧) રાજમહેન્દ્રસિંહ ગંભીરાસિંહ ઝાલા રહે. પંચાસર (૨) અનિરૂધ્ધસિંહ ભુપેન્દ્રસિંહ પરમાર રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ મોરબી (૩) જસ્મીતભાઈ જગદીશભાઈ ચભાડ રહે. સામાકાંઠે,કુળદેવી પાન સામે, મોરબી (૪) અર્જુનસિંહ રણજીતસિંહ ઝાલા રહે. વેજીટેબલ રોડ, અરૂણોદયનગર,મોરબી (૫) વિશાલભાઈ રાજેશભાઈ રાજદેવ રહે. ગ્રીનચોક સાંકળી શેરી, મોરબી (૬) ગજેન્દ્રભાઈ ઉર્ફે ગોપાલભાઈ પ્રતાપભાઈ ભટ્ટ રહે. હરીપાર્ક સોસાયટી, વિરપર, તા.ટંકારા (૭) વિશાલભાઈ હસમુખભાઈ ગાંભવા રહે. પંચાસર રોડ, રાજનગર, મોરબી તથા (૮) અક્ષયભાઈ હસમુખભાઈ ગાંભવા રહે. પંચાસર રોડ મોરબી વાળાને ઝડપી લઈ પોલીસે સ્થળ ઉપરથી કુલ રૂ.૫૨,૭૦૦ રોકડા, ગંજીપત્તા અને પોસ્ટર કબજે કર્યા હતા.ઉપરાંત ચોથા દરોડામાં એ ડિવિઝન પોલીસે ખાખરેચી દરવાજા પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા આરોપી(૧) ધર્મેશભાઈ પ્રફુલભાઈ સોલંકી રહે. ખાખરેચી દરવાજા પાસે, મોરબી (૨) પ્રીન્સ અનિલભાઈ કૈલા રહે. પારેખ શેરી, મોરબી (૩) પાર્થ મુકેશભાઈ રાવ રહે. ખાખરેચી દરવાજા પાસે, મોરબી (૪) વરૂણભાઈ હિતેશભાઈ ચૌહાણ રહે. ખાખરેચી દરવાજા પાસે, મોરબી (૫) મિલનભાઈ મયુરભાઈ ડાભી રહે. ખાખરેચી દરવાજા પાસે, મોરબી (૬) રોહનભાઈ સંજયભાઈ ધામેચા રહે. મોચી શેરી, મોરબી અને આરોપી (૭) ઋત્વીકભાઈ હરેશભાઈ ટોયટા રહે. ભરવાડ શેરી મોરબી વાળાને જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂ.૫,૮૦૦ કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.