તેજસ્વી વિદ્યાર્થીઓ અને કર્મયોગીઓનું થશે બહુમાન: રામવાડી મહેન્દ્રનગર ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજનમોરબી અપડેટ : મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સમસ્ત આહીર જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ, વર્ગ-1 અને વર્ગ-2 ના નવનિયુક્ત કર્મયોગીઓ તેમજ નિવૃત્ત કર્મચારીઓના સન્માન અર્થે આગામી તારીખ 30/08/2026 ને રવિવારના રોજ 17માં સરસ્વતી સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ સમારંભ મોરબી-2 માં હળવદ રોડ પર રામધન આશ્રમ સામે, મહેન્દ્રનગર સ્થિત રામવાડી ખાતે બપોરે 1 કલાકે યોજાશે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને જીવન ઘડતર અને કારકિર્દી અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ સમારોહનું આયોજન સ્વ. કાનજીભાઈ ધીરૂભાઈ ચાવડા તેમજ સ્વ. યશપાલભાઈ ધીરૂભાઈ ચાવડાના સ્મરણાર્થે વિક્રમભાઈ ધીરૂભાઈ ચાવડાના સૌજન્યથી કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ સંત પ્રભુદાસજી મહારાજ (માતૃશ્રી રામબાઈમાની જગ્યા) ના અધ્યક્ષસ્થાને યોજાશે. દીપ પ્રાગટ્ય રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન તેમજ મયુરનગર માતૃશ્રી રામબાઈમા મંદિરના મહંત વ્રજકિશોરીબેન દ્વારા કરવામાં આવશે. સમારોહમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત સ્ટેટ જીએસટી ભાવનગરના ડેપ્યુટી કમિશનર નિર્મલભાઈ ડી. ગોગરા પ્રેરણાદાયી વક્તવ્ય આપશે.આ ઉપરાંત એડિશનલ કલેક્ટર જયશ્રીબેન એન. જરુ, ઈલાબેન એસ. આહીર (ચૌહાણ), એડિશનલ કલેક્ટર આશિષભાઈ ડી. મિયાત્રા, પ્રાંત અધિકારી નિશાંતભાઈ કુગસિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલભાઈ બચુભાઈ ગરચર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહેશે. સમારંભમાં સમસ્ત જ્ઞાતિજનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા મંડળના પ્રમુખ દિનેશભાઈ આર. હુંબલ, મંત્રી મહેશભાઈ એલ. ડાંગર તેમજ સમગ્ર કારોબારી ટીમ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #AhirSamaj #SaraswatiSanmanSamarambh #EducationNews #AhirKarmachariMandal #Mahendranagar #StudentFelicitation #MorbiNews