આજના સમયમાં સાચા લીડરની જરૂરિયાત અને ભગવદ્દ ગીતાના જીવનલક્ષી મહત્વ અંગે વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શનમોરબી અપડેટ : મોરબી નજીક વીરપર ખાતે આવેલી નવયુગ કોલેજમાં ઇસ્કોન (ISKCON) દ્વારા વિદ્યાર્થીઓ માટે 'પીલર્સ ઓફ લીડરશીપ' (Pillars of Leadership) વિષય પર એક પ્રેરણાદાયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવતીકાલનું ભવિષ્ય એવા યુવાનોને જીવનમાં સાચા અને મજબૂત લીડર બનવા માટેનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.સેમિનારમાં માર્ગદર્શન આપતા જણાવાયું હતું કે, આજના સમયમાં એક પરિવાર, સોસાયટી, રાજ્ય કે દેશને એક સાચા લીડરની ખૂબ જ જરૂર છે. લીડર તો સર્વ કોઈ બની જાય છે અથવા તો તેમને બનાવી દેવામાં આવે છે, પરંતુ જેવી રીતે પાયા વગરનું મકાન લાંબો સમય ટકી શકતું નથી, તેવી જ રીતે જો લીડરનો પાયો મજબૂત ન હોય તો તે નિષ્ફળ જાય છે. જો લીડર પોતે જ ડિપ્રેશન, કુટેવ અથવા માનસિક અશાંતિનો ભોગ બનેલ હશે તો તે સમાજને શાંતિ કેવી રીતે પ્રદાન કરી શકશે? આ તમામ બાબતોને કેન્દ્રમાં રાખીને, દૈનિક જીવનના પ્રશ્નોના નિવારણ અને શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના મહત્વને સમજાવવા આ સેમિનારનું આયોજન કરાયું હતું.આ સેમિનારમાં કોલેજના બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઇસ્કોન દ્વારા કાર્યક્રમમાં હાજર રહેલા કોલેજના તમામ વિદ્યાર્થીઓને શ્રીમદ્દ ભગવદ્દ ગીતા ગ્રંથનું વિનામૂલ્યે (ફ્રી) વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ઇસ્કોન વતી ડો. અતુલ દ્વારા નવયુગ કોલેજના ટ્રસ્ટીગણ, પ્રિન્સીપાલ તથા તમામ સ્ટાફ મિત્રોનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેમણે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આ સુંદર કાર્યક્રમ યોજવાની અનુમતિ અને સહયોગ પ્રદાન કર્યો હતો.નિઃશુલ્ક સેમિનાર માટે સંપર્કજો આપની સોસાયટી, સ્કૂલ કે કોલેજમાં પણ યુવાનો અને નાગરિકોના માર્ગદર્શન માટે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા સેમિનારનું વિનામૂલ્યે આયોજન કરવા માંગતા હોવ, તો ઇસ્કોનના ડો. અતુલનો મોબાઈલ નંબર 7016707756 પર સંપર્ક કરવા જણાવાયું છે.#Morbi #MorbiNews #MorbiUpdate #NavyugCollege #Virpar #ISKCON #BhagavadGita #LeadershipSeminar #YouthEmpowerment