મુ.હરિપર (કેરાળા)ના વતની શ્વેતા અગોલાની સંઘર્ષ અને સફળતાની પ્રેરણાદાયી સફરમોરબી અપડેટ: જીવનમાં જ્યારે સંઘર્ષ આવે ત્યારે હિંમત હારવાને બદલે તેને જ પોતાની તાકાત બનાવીને આગળ વધવું એ જ સાચી સફળતા છે. આવો જ એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં નાની બહેન શ્વેતા અગોલાએ પોતાના મોટાભાઈ CS ભાર્ગવ પટેલ પાસેથી પ્રેરણા લઈને કંપની સેક્રેટરી (CS) જેવી અત્યંત અઘરી ગણાતી પરીક્ષા પાસ કરી સફળતાનો નવો દાખલો બેસાડ્યો છે.માતા ગુમાવ્યાનું દુઃખ ભૂલી અભ્યાસને બનાવ્યો લક્ષ્યમોરબીના મુ.હરિપર (કેરાળા)ના વતની શ્વેતા અગોલાએ નાનપણમાં જ માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પરિવારના સાથ અને ભાઈના માર્ગદર્શન સાથે તેણે મક્કમ મનોબળ રાખી માત્ર અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ધોરણ 12 પાસ કર્યા બાદ ભવિષ્યની કારકિર્દી માટે વિચારી રહી હતી ત્યારે મોટાભાઈ ભાર્ગવ પટેલને CS બનેલા જોઈને શ્વેતાએ પણ આ જ ક્ષેત્રમાં આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. સતત મહેનત અને પ્રથમ પ્રયાસે રેન્કકોમર્સ ક્ષેત્રમાં પ્રવેશ કર્યા બાદ શ્વેતાએ CS માટે સખત મહેનત શરૂ કરી હતી. તેણે એન્ટ્રન્સ પરીક્ષામાં પ્રથમ પ્રયાસે જ રેન્ક મેળવી પોતાની પ્રતિભા સાબિત કરી હતી. ત્યારબાદ સતત ત્રણ વર્ષની કઠોર મહેનત, વાંચન અને યોગ્ય માર્ગદર્શનના આધારે ફાઉન્ડેશન, એક્ઝિક્યુટિવ અને ફાઇનલ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે. ભાઈએ બતાવેલા માર્ગ પર ચાલીને બહેને આજે CS બની અગોલા પરિવાર તથા સમાજનું નામ ગૌરવવંતું કર્યું છે.#MorbiUpdate #InspirationStory #SuccessStory #CompanySecretary #Achievement #EducationUpdate