મોરબી : મોરબી તાલુકાના અણિયારી ગામે રહેતા ખેડૂત પરિવારમાં પત્નીને પેરેલિસિસનો એટેક આવ્યા બાદ પત્ની બીમારીને કારણ હલનચલન કરી શકતા ન હોવાથી પત્નીની બીમારીની ચિંતામાં વૃદ્ધ પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના અણિયારી ગામે રહેતા જયંતીલાલ લાલજીભાઇ બાવરવા ઉ.59ના પત્નીને પેરેલિસિસનો એટેક આવ્યા બાદ પત્ની પથારીવસ થઇ જવાની સાથે હલન ચલણ કરી શકતા ન હોય પત્નીની બીમારીની ચિંતામાં જયંતિલાલે ગત.તા.23ના રોજ સાંજના સમયે પોતાના ઘરે રસોડામાં છત પરના હુકમાં દોરડુ બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ખેડૂત પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.