સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઈ વરમોરા અને ધારાસભ્ય જયરાજસિંહ પરમારે હોસ્પિટલ પહોંચી ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરીમોરબી અપડેટ : ગાયત્રી આશ્રમ ગધેથડના સંત લાલ બાપુ હાલ અમદાવાદ સ્થિત રેડિયન્સ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હોય, ત્યારે સનહાર્ટ ગ્રુપના ફાઉન્ડર તેમજ ઉમિયા માતાજી મંદિર સિદસર, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, સરદારધામ અને ઉમિયા માતાજી મંદિર ઊંઝાના ટ્રસ્ટી ગોવિંદભાઈ વરમોરા તથા અબડાસાના ધારાસભ્ય અને ભાજપ પ્રવક્તા જયરાજસિંહ પરમારે હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લીધી હતી.અગ્રણીઓએ રેડિયન્સ હોસ્પિટલ પહોંચી પૂજ્ય લાલ બાપુની તબિયતના ખબર-અંતર પૂછ્યા હતા તેમજ બાપુ ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી.#MorbiUpdate #Gadhethal #LalBapu #GayatriAshram #GovindbhaiVarmora #Sunhearrt #JayrajsinhParmar #Ahmedabad #MorbiNews