ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઉપક્રમે સાર્થક વિદ્યામંદિર અને સંસ્કૃત ભારતીના સહયોગથી કાર્યક્રમ યોજાયોવૈદિક મંત્રોચ્ચાર, સંસ્કૃત ગરબા અને વિવિધ કૃતિઓ સાથે નીકળેલી યાત્રામાં કલેક્ટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યામોરબી અપડેટ : આજ રોજ 25 ઓગસ્ટના રોજ મોરબીમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાની સંસ્કૃત ગૌરવ યાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અને સંસ્કૃત દિવસની ઉજવણીના ભાગરૂપે સાર્થક વિદ્યામંદિર તેમજ સંસ્કૃત ભારતી, મોરબીના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.સંસ્કૃત ગૌરવ યાત્રા શરૂ કરતા પહેલા એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, જિલ્લા શિક્ષણાધિકારી કે. એમ. મોતા, સંસ્કૃત નોડલ અધિકારી હિતેશ અને દીપાબેન, તેમજ સંસ્કૃત તજજ્ઞ ધવલ અને વિવેક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સાર્થક વિદ્યામંદિરની વ્યવસ્થાપન સમિતિના સભ્ય ગણેશ, ટ્રસ્ટીગણ કિશોર શુક્લ, પ્રમોદસિંહ રાણા અને પ્રવીણ રાજાણી સહિત સંસ્કૃત ભારતીના કાર્યકર્તાઓ, સંસ્કૃત અનુરાગીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓએ પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી હતી.સાંસ્કૃતિક કાર્યક્રમમાં ધ્યેય મંત્ર, વૈદિક મંત્રોચ્ચાર, સંસ્કૃત ગરબા, વિવિધ સંસ્કૃત કૃતિઓ, સંસ્કૃત ક્રિયાપદ પરિચય અને 'સાયન્સ ઇન સંસ્કૃત' જેવી સુંદર પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી. તજજ્ઞો અને ઉપસ્થિત મહાનુભાવોએ સંસ્કૃત ભાષાના મહત્વ અને તેની ઉપયોગિતા વિશે પોતાના વક્તવ્યો આપ્યા હતા. આ તકે ઉપસ્થિત લોકોએ સંસ્કૃત કક્ષ પ્રદર્શનીની મુલાકાત પણ લીધી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૃશાંગ અને નેહા દ્વારા સંપૂર્ણપણે સંસ્કૃત ભાષામાં કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ બાદ એક વિશાળ 'સંસ્કૃત ગૌરવ યાત્રા' યોજવામાં આવી હતી. આ યાત્રામાં સંસ્કૃતના પ્રચાર-પ્રસાર માટેના વિશેષ ટેબ્લો, વિવિધ વેશભૂષામાં સજ્જ બાળકો, સંસ્કૃત રાસ-ગરબા, ભરતનાટ્યમ અને સંસ્કૃત ગીતો તેમજ નારાઓ સાથે બહોળી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સાર્થક વિદ્યામંદિર અને સંસ્કૃત ભારતીના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.#Morbi #MorbiNews #MorbiUpdate #SanskritGauravYatra #SanskritWeek #SarthakVidyamandir #GujaratSanskritBoard #EducationNews