ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ -હડમતીયા રોડ પર ગત તા.23ના રોજ સાંજના સમયે ફરિયાદી અમૃતભાઈ આલાભાઈ ચાવડા ઉ.36 અને તેમના પત્ની લજાઇથી જડેશ્વર લોક મેળામાં જતા હતા ત્યારે અજાણ્યા ઇકો કારના ચાલકે ફરિયાદી અમૃતભાઈના એક્ટિવા નંબર GJ-36-BC-6112ને પાછળથી ટક્કર મારતા ફરીયાદીને ખંભા તથા જમણા હાથમાં તથા જમણા પગમાં ઇજાઓ કરી તેમજ તેમના પત્નીને માથાના ભાગે તથા ખંભાના ભાગે તથા જમણા હાથના કાંડાના ભાગે ઇજા પહોંચી હતી.અકસ્માત બાદ ઇકો ચાલક નાસી જતા અકસ્માતના બનાવ અંગે અમૃતભાઈએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.