બે મહિના પૂર્વે થયેલી ચોરીની ફરિયાદ નોંધાતા આરોપી પોલીસની હાથવેંતમાંમોરબી : ગુન્હાખોરી ઘટાડવા માટે પોલીસ દ્વારા વાહનચોરી કે, અન્ય ચોરીના બનાવમાં આરોપીઓ પકડાયા બાદ જ ચોરીની ફરિયાદ નોંધવાની પદ્ધતિ અપનાવી રહી છે ત્યારે આવા જ એક કિસ્સામાં મોરબીના લૂંટાવદર ગામની સીમમાં આવેલ એક કારખાનામાંથી બે મહિના પૂર્વે થયેલી કોપર વાયરની ચોરી મામલે ફરિયાદ નોંધી છે, પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદને પગલે આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું મનાઈ રહ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નવા બસસ્ટેન્ડ સામે સ્વસ્તિક સોસાયટીમાં રહેતા ફરિયાદી રાજેન્દ્રભાઇ મનજીભાઇ બાવરવાએ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા નજીક લૂંટાવદર ગામની સીમમાં આવેલ તેમની અર્થ ક્યોર નામની ફેકટરીમાં ગત તા.23જૂનના રોજ તસ્કરો દીવાલમાં બાકોરું પાડી ફેક્ટરીમાંથી અંદાજે 1776 ફૂટ કેબલ વાયર કિંમત રૂપિયા 4,25,000ની ચોરી કરી ગયા હતા.બનાવ અંગે અચાનક જ મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધતા આરોપીઓ પોલીસને હાથ લાગ્યા હોવાનું મનાઈ રહ્યું છે.