તત્કાલીન પ્રથમ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના પ્રયત્નોથી સાકાર થયેલા ડીપીઆર સર્વગુણ સંપન્ન હોવાનો બીલ્ડરોનો સુર નવા ડીપીઆરને કારણે હવે મોરબી શહેર રાજકોટ અને અમદાવાદની હરોળમાં આવી જશે : બિલ્ડર એસોસિએશન પ્રમુખ સંતોષભાઈ શેરસીયા મોરબી : રાજાશાહી વિરાસતને આજે પણ જાળવી રાખી સીરામીક ઇન્ડસ્ટ્રીઝ થકી વિશ્વના નકશા પર અંકિત થનાર મોરબી શહેરને તાલુકામાંથી જિલ્લાનો દરજ્જો અને નગરપાલિકા બાદ મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ 54 વર્ષના લાંબા અંતરાલ બાદ હવે નવો ડીપીઆર એટલે કે, ડેવલોપમેન્ટ પ્લાન મળવા જઈ રહ્યો છે. મોરબીને કોર્પોરેશનનો દરજ્જો મળ્યા બાદ મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજના-2047 જાહેર થતા જ હવે આગામી બે માસમાં મોરબી શહેર માટે સુનિયોજિત વિકાસનો સોનાનો સૂરજ ઉગવાની આશા મોરબીના બિલ્ડર્સ, ડેવલોપર્સમ આર્કિટેક્ટ અને અગ્રણીઓ વ્યક્ત કરી રહ્યા છે. સાથે જ મોરબીના ડીપીઆર માટેનો શ્રેય પણ મોરબીના પ્રથમ તાત્કાલિન મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે અને તેમની બાહોશ ટીમને બિલ્ડર્સ એસોશિએશન આપી ડીપીમાં કોઈ મોટા વાંધા સૂચનોને પણ અવકાશ ન હોવાનું જણાવી રહ્યા છે.ટાઉન પ્લાનિંગ કન્સલ્ટન્સી લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલ મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજના-2047 અંગે મોરબી બિલ્ડર્સ એસોશિએશન પ્રમુખ સંતોષભાઈ સેરસીયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી મોરબી શહેરમાં વિકાસ કામો માટે વર્ષ 1972ના વિકાસ પ્લાનને ધ્યાનમાં લેવાતો હતો પરિણામે શહેરનો વિકાસ રૂંધાઇ ગયો હતો.મહત્વનું છે કે, જુના ડીપીઆરને કારણે મોરબીમાં ગેરકાયદેસર મંજૂરી વગરના બાંધકામ તેમજ મોરબીની આજુબાજુના ડેવલોપ થયેલા રવાપર,શનાળા, ત્રાજપર, વાવડી, મહેન્દ્રનગર જેવા ગામોમાં મંજૂરી વગરના બહુમાળી બાંધકામ પણ લોકોએ મજબૂરીવશ કર્યા હતા.જો કે, હવે મોરબી--વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજના તૈયાર થતા આગામી બે મહિનામાં વાંધા સૂચનો બાદ મુસદ્દરૂપ યોજનાનું અમલીકરણ શરૂ થતાની સાથે જ મોરબીની વિકાસની ગાડી પુરપાટ ઝડપે દોડતી થશે.મોરબી બિલ્ડર્સ એસોશિએશન પ્રમુખ સંતોષભાઈ શેરસીયા ઉમેરે છે કે, મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનામાં 45 મીટર અને 60 મીટરના બબ્બે રિંગ રોડની સાથે સાથે આ રિંગરોળને જોડતા 18થી 24 મીટરના આંતરિક રસ્તાઓ મોરબીની સિકલ બદલી નાખશે અને હવે મોરબી પણ અમદાવાદ અને રાજકોટની તર્જ પર સુનિયોજિત વિકાસ તરફ આગળ વધી શકશે, ખાસ કરીને મુસદ્દરૂપ વિકાસ યોજનામાં રહેણાંક ઝોન, ગામતળ, ઓલ્ડ સિટી ગામતળ, વાણિજ્ય ઝોન, ઔદ્યોગિક ઝોન, મિક્સ ઇન્ડસ્ટ્રિયલ ઝોન, ઈન્સ્ટિટ્યૂશનલ ઝોન, હાઈ એક્સેસ કોરિડોર, એગ્રિકલ્ચર ઝોન, રિક્રિએશન ઝોન, ગ્રીન બફર ઝોન અને લોજિસ્ટિક ઝોન સહિતના અલગ અલગ ઝોનનું સંભાળ અને કાળજીપૂર્વકનું સંયોજન મોરબીના આગામી 20 વર્ષના ભવિષ્ય માટે ખુબ જ ઉપયોગી નીવડશે તેમ જણાવ્યું હતું.ડીપીઆર અમલી બન્યા બાદ રેરા એપ્રુવ્ડ પ્રોજેક્ટથી બિલ્ડર-ગ્રાહકોને ફાયદોમોરબી શહેરમાં વિકાસ યોજનાના અભાવે અત્યાર સુધી લક્ઝ્યુરિયલ હાઇરાઇઝડ બિલ્ડીંગ કે અન્ય પ્રોજેક્ટ માટે રેરા એપ્રુવ્ડ પ્રોજેક્ટની અછત હતી જો કે, હવે મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાનો નકશો જાહેર થતા હવે બાંધકામ માન્ય મંજૂરી સાથે થવાની સાથે રેરા એપ્રુવ્ડ પ્રોજેક્ટ આવવાથી બિલ્ડરોને અને ગ્રાહકોને પણ મોટો ફાયદો થશે સાથે જ રિયલ એસ્ટેટમાં તેજીનો સંચાર થશે.હવે ફ્લેટ,મકાન,બંગલો માટે આસાનીથી લોન મળશે : સંતોષભાઈ શેરસીયા મોરબી બિલ્ડર એસોશિએશન પ્રમુખ સંતોષભાઈએ જણાવ્યું હતું કે, મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના અમલ બાદ કોઈપણ બાંધકામ માટે મંજૂરી પ્રક્રિયા આસાન બની જવાથી અત્યાર સુધી મકાન-ફ્લેટ ખરીદનાર ગ્રાહકોને 13થી 15 ટકા ઉંચા વ્યાજદરે જે લોન મળતી હતી તે લોન કાયદેસરના મંજૂરી વાળા પ્રોજેક્ટમાં માત્ર 7થી 8 ટકાના સસ્તાદરે હોમલોન મળી શકશે સાથે જ બિલ્ડરોને પણ પોતાના પ્રોજેક્ટ માટે લોન મળતી થશે જેથી એકંદરે રિયલ એસ્ટેટમાં તેજી જોવા મળશે.45 અને 60 મીટર પહોળા માર્ગોથી શહેરનો ટ્રાફિક પ્રશ્ન કાયમી હલ થશે : હિતેષભાઇ રંગપરીયા મોરબીના અગ્રણી બિલ્ડર હિતેષભાઇ રંગપરીયાએ જણાવ્યું હતું કે, નવા ડીપીઆર માટે સરકારનો ખુબ-ખુબ આભાર માનવો જરૂરી છે, મુસદ્દરૂપ નગર યોજનાના અભ્યાસ બાદ સ્પષ્ટ જોવા મળે છે કે, નવા ડીપીઆરમાં પહોળા રોડ રસ્તાની સાથે એક બીજાને જોડતા આંતરિક રસ્તાના જોડાણને કારણે ભવિષ્યમાં મોરબીની ટ્રાફિક સમસ્યા ભૂતકાળ બની જશે, સાથે જ હાલમાં શહેરમાં એકમાત્ર રસ્તા પરની ટ્રાફિકનું ભારણ ઘટી જશે,ઉપરાંત નવા બે રિંગરોડ ને કારણે મોરબીમાં નવા વિકાસના દ્વાર ખુલશે.શહેરના જુના વિસ્તારને રેસિડેન્ટ ઝોનને બદલે ગામતળમાં રાખવા જરૂરી : આર્કિટેક્ટ અનિલભાઈ મીરાણી મોરબીના અગ્રણી આર્કિટેક્ટ અનિલભાઈ મિરાણીએ મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાને આવકારતા જણાવ્યું હતું કે, તત્કાલીન મોરબી મ્યુનિસિપલ કમિશનર અને હાલના કલેકટર સ્વપ્નિલ ખરે અને તેમની ટીમે ખુબ જ પ્રસંશનીય કામગીરી કરી શહેરના બ ભવિષ્ય માટે ખુબ જ સારો ડીપીઆર બનાવ્યો છે.જો કે, એક આર્કિટેક્ટ તરીકે તેમને શહેરના જુના સીટી સર્વે વોર્ડ નંબર 1,2,3,અને 4 હેઠળ આવતા શક્તિ પ્લોટ, કાયાજી પ્લોટ જેવા જુના વિસ્તારને નવા ડીપીઆરમાં ગામતળમાં રાખવાને બદલે રેસિડેન્ટ ઝોનમાં સમાવ્યા છે તેને બદલે જુના ગામતળ તરીકે જ રાખી મધ્યમવર્ગ અને ઉચ્ચ મધ્યમવર્ગને રાહત આપવા માંગણી કરી વાંધા સૂચનો રજૂ કરવા સમયે આ બાબત તંત્રના ધ્યાને મુકનાર હોવાનું જણાવ્યું હતું.મહેન્દ્રનગરના કેટલાક રહેણાંક વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં સમાવાયા હોવાની ચિંતા મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનામાં શહેરમાં સમાવિષ્ટ મહેન્દ્રનગર વિસ્તારમાં અગાઉ બિનખેતી થયેલા અને હાલમાં રેસિડેન્સ્ટ ઝોન તરીકે ડેવલોપ થયેલા વિસ્તારને ઇન્ડસ્ટ્રીયલ ઝોન તરીકે દર્શાવવામાં આવ્યા હોય અહીં મિલ્કત ધરાવતા લોકોએ ડીપીઆર અંગે ચિંતા વ્યક્ત કરી છે.જો કે, હજુ નવા ડીપીઆર અમલી...