રક્તદાન મહાદાન : માનવસેવાના પવિત્ર કાર્યમાં જોડાવા આયોજકોની અપીલમોરબી અપડેટ : જશ્ને ઈદે મીલાદુન્નબીની પવિત્ર ઉજવણીના ભાગરૂપે મોરબી શહેરમાં માનવસેવા અને સમાજસેવાનો સુંદર સંદેશો આપવામાં આવે તે હેતુથી હજરત બાવા અહેમદશાહ ગ્રુપ, મોરબી દ્વારા સિવિલ હોસ્પિટલ, મોરબીના સહયોગથી વિશેષ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ રક્તદાન કેમ્પનું આયોજન આગામી તારીખ 26 ઓગસ્ટ ને બુધવારના રોજ સવારે 8-30 કલાકથી બપોરે 2-30 કલાક સુધી કરવામાં આવ્યું છે. કેમ્પનું સ્થળ હજરત બાવા અહેમદશાહ મસ્જિદ, મેમણ કોલોની, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.આયોજકો દ્વારા મોરબી શહેર અને આસપાસના વિસ્તારના યુવાનો, સામાજિક આગેવાનો, સેવાભાવી નાગરિકો તેમજ રક્તદાન માટે યોગ્ય તમામ લોકોને આ કેમ્પમાં મોટી સંખ્યામાં જોડાઈ રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે. વધુમાં વધુ લોકો રક્તદાન કરે અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તનો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે આ સેવાકીય અભિયાનને સફળ બનાવવા સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.હજરત બાવા અહેમદશાહ ગ્રુપ દ્વારા જણાવાયું છે કે, પવિત્ર પ્રસંગની ઉજવણી માત્ર ધાર્મિક કાર્યક્રમો પૂરતી મર્યાદિત ન રહે પરંતુ સમાજ અને માનવજાતની સેવા સાથે જોડાય તેવો સંદેશો લોકો સુધી પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રક્તદાન કેમ્પ પણ આ જ સેવાભાવનાનો એક ભાગ છે. વધુ માહિતી માટે હાજી નુરમોહંમદભાઈ કાશ્માણી– 9825497760, આશીફભાઈ કાશ્માણી –9727178692, આશીફભાઈ ઘાંચી – 9913347181, સોહીલભાઈ કાશ્માણી – 9624329267, ફેઝલભાઈ કચ્છી – 9712922473, મહમદશા આમદશા શાહમદાર (પત્રકાર)– 9265324341, હસનેનભાઈ કાશ્માણી– 7984275010 નો સંપર્ક કરવા જણાવાયું છે.