પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડીને 63200 રૂપિયાની રોકડ રકમ જપ્ત કરીમોરબી અપડેટ: હળવદ ટાઉન વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે વૈજનાથ પાર્કમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને જુગાર રમતા 6 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પીઆઈ આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે હળવદના વૈજનાથ પાર્કમાં રહેતા પ્રવિણ ચંદુભાઇ ઠાકર પોતાના રહેણાંક મકાનમાં જુગાર રમાડી રહ્યા છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન સ્થળ પરથી જુગાર રમતા 6 આરોપીઓ પકડાયા હતા. જેમાં મકાન માલિક પ્રવિણ ચંદુભાઇ ઠાકર (રહે. વૈજનાથ પાર્ક, હળવદ), હિતુભા સામંતસિંહ ઝાલા (રહે. સ્વામીનારાયણ નગર, હળવદ), અશ્વિન ગટુરભાઇ વડેચા (રહે. સુંદરગઢ, તા. હળવદ), ભરત ગાંડુભાઇ છનીયારા (રહે. સાનિધ્ય પાર્ક, મહેન્દ્રનગર, મોરબી), પ્રવિણ દોલુભાઇ રાઠોડ (રહે. રૂદ્રપાર્ક, હળવદ) અને રસીક રેવાભાઇ ઉઘરેજા (રહે. કીડી, તા. હળવદ) નો સમાવેશ થાય છે.હળવદ પોલીસે આ દરોડામાં ગંજીપત્તાના 52 પાના અને રોકડા રૂપિયા 63200 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કામગીરી પીઆઈ આર.ટી. વ્યાસ, પીએસઆઈ આર.બી. ટાપરીયા અને હળવદ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા મુજબ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.#MorbiUpdate #MorbiNews #Halvad #HalvadPolice #CrimeNews #GamblingRaid #GujaratPolice #Morbi