મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન હુશેની ચોક પાસે જાહેરમાં રમાતા જુગાર પર પાડ્યો દરોડોમોરબી: મોરબી સીટી એ ડિવિઝન પોલીસનો સ્ટાફ ગત મોડી રાત્રીના પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન રાત્રે પોણા એક વાગ્યે જોન્સનગર શેરી નંબર 13, હુશેની ચોક ખાતે સ્ટ્રીટ લાઈટના અજવાળામાં કેટલાક શખ્સો જાહેરમાં ગંજીપત્તાનો જુગાર રમતા જોવા મળ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ કરતા 5 શખ્સો ગોળ કુંડાળું વળીને પૈસા પાનાવતી તીનપત્તીનો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસને જોઈને આ શખ્સો ભાગવા જતા પોલીસે તેમને પકડીને બેસાડી દીધા હતા અને પંચોની હાજરીમાં કાર્યવાહી કરી હતી.પકડાયેલા આરોપીઓની વિગત:● હનીફભાઈ રસુલભાઈ અલીયાસભાઇ ખોડ (ઉંમર 36, રહે. જોન્સનગર શેરી નંબર 13, મોરબી)● ઈમરાનભાઈ જુસબભાઈ મામદભાઈ મોવરે (ઉંમર 35, રહે. જોન્સનગર શેરી નંબર 11, મોરબી)● વિશાલભાઈ પ્રવીણભાઈ મેરૂભાઈ શેખાણી (ઉંમર 23, રહે. જોન્સનગર શેરી નંબર 13, મોરબી)● તાહીરહુશેન રમજુભાઈ હાજીભાઈ બેલીમ (ઉંમર 26, રહે. લાતી પ્લોટ શેરી નંબર 11, મોરબી)● અસલભાઈ હાજીભાઈ સીદકભાઈ ખોડ (ઉંમર 24, રહે. જોન્સનગર શેરી નંબર 8, મોરબી)જપ્ત કરાયેલો મુદ્દામાલ અને કાર્યવાહી:પોલીસે આરોપીઓના અંગજડતીમાંથી અને દાવ પરથી જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો મળીને કુલ 13800 રૂપિયાની રોકડ રકમ તથા 52 નંગ ગંજીપત્તાના પાના જપ્ત કર્યા છે. તમામ 5 આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ 12 મુજબ ગુનો નોંધીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી તેઓની અટકાયત કરી છે. #Morbi #MorbiUpdate #MorbiNews #MorbiPolice #CrimeNews #GujaratPolice #GamblingRaid