તાલુકા પોલીસે ગૌસેવકોની મદદથી 29 ઘેટા બકરા અને 3 પાડાને કતલખાને જતા બચાવ્યા : પાંચ આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે ગૌસેવકોની મદદ અને બાતમીને આધારે અણિયારી તેમજ પીપળીયા નજીક બે અલગ અલગ દરોડામાં વાહનોમાં ખીચોખીચ ભરી કતલખાને ધકેલાઈ રહેલા 29 ઘેટાં બકરા અને 3 જીવિત પાડાના જીવ બચાવી લઈ બે વાહનો કબ્જે કરી કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ચાર આરોપીઓની ધરપકડ કરી તમામ જીવને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા.પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે અણિયારી નજીકથી બાતમીને આધારે સુપરકેરી વાહન નંબર GJ13AX9086 વાળામાં ઘાસચારો, પાણી કે હવા ઉજાસની સગવડ રાખ્યા વગર 29 ઘેટાં બકરા ભરી કતલખાને લઇ જઈ રહેલા આરોપી (૧) ઇકબાલભાઇ લાડભાઇ ભટ્ટી રહે.ધાંગધ્રા નાલા પાસે, ખાટકીવાસ (૨) અશરફભાઇ ઇકબાલભાઇ રાજાણી રહે.સુડવેલ સોસાયટી. કોઠારીયા રોડ. વઢવાણ, સુરેન્દ્રનગર અને આરોપી (૩) અસલમભાઇ સલીમભાઇ ભટ્ટી રહે. ધાંગધ્રા નાલા પાસે, ખાટકીવાસ વાળાઓને ઝડપી લઈ શીવમભાઇ પ્રવિણભાઇ કાસુન્દ્રાની ફરિયાદના આધારે પશુ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.જયારે બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે મોરબી - પીપળીયા રોડ પર રોકડીયા હનુમાન મંદિર નજીક વોચ ગોઠવી મહીન્દ્રા બોલેરો પીકઅપ GJ-03-BW-5085 વાળીમા ગેરકાયદેસર રીતે ઘાસચારો કે પાણીની સગવડ રાખ્યા વગર જીવિત પાડા નંગ ત્રણ કિંમત રૂપિયા ૯૦૦૦ સાથે નીકળેલા આરોપી હુશેનભાઇ ગનીભાઇ સાયબાણી, રહે. નાની બજાર, વાકાનેર દરવાજા અંદર,વાંકાનેર વાળાને રૂપિયા પાંચ લાખની બોલેરો સાથે ઝડપી લઈ પશુઓ ભરી આપનાર આરોપી રમજુભાઇ રાઉમા રહે. કટારીયા ગામ, તા. ભચાઉ, જિ. કચ્છ વાળાઓ વિરુદ્ધ જીવદયા પ્રેમી કાર્તિકભાઇ મનસુખભાઇ કાવરની ફરિયાદના આધારે પશુપ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ અન્વયે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.