ઓશો કેસર ફાર્મ ખાતે ત્રીદિવસીય પ્રશિક્ષણ વર્ગના પ્રથમ દિવસે બે અલગ-અલગ સત્રોમાં કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયુંમોરબી અપડેટ : ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત 'પંડીત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન 2026' અંતર્ગત મોરબી જિલ્લા ભાજપના ત્રીદિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ નવા સજનપર ખાતે આવેલ ઓશો કેસર ફાર્મમાં કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત પ્રશિક્ષણ વર્ગના વાલી રમેશભાઈ મુંગરાની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય રીતે કરવામાં આવી હતી.આ ત્રીદિવસીય પ્રશિક્ષણ વર્ગના પ્રથમ દિવસે પ્રદેશમાંથી પધારેલા વક્તાઓ દ્વારા અલગ-અલગ 2 સત્ર યોજવામાં આવ્યા હતા. ઉદ્ઘાટન સત્રમાં 'કાર્યકર્તા વિકાસ સંભાળ' વિષય પર વક્તા ચંદ્રશેખરભાઇ દવેએ ઉપસ્થિત રહીને માર્ગદર્શક વક્તવ્ય આપ્યું હતું. જ્યારે દ્વિતીય સત્રમાં વક્તા અભયસિંહ ચૌહાણ દ્વારા 'ભાજપનો ઇતિહાસ' વિષય પર ઊંડાણપૂર્વક કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.પ્રશિક્ષણ વર્ગના પ્રથમ દિવસે મોરબી જિલ્લાના વિવિધ શ્રેષ્ઠીઓ અને ભાજપના પદાધિકારીઓએ પ્રશિક્ષણાર્થી તરીકે ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, જિલ્લા ભાજપ પ્રભારી ગજેન્દ્રભાઇ સક્સેના, મહામંત્રી અરવિંદભાઈ વાંસદડીયા, તપનભાઇ દવે, ચતુરભાઈ મકવાણા તથા ગુજરાત ભાજપના સહ-કોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારીયા ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત મંત્રી કાન્તીભાઇ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, જીતુભાઈ સોમાણી, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી તેમજ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખો, તાલુકા અને શહેર મંડળના પ્રમુખો અને જિલ્લાના તમામ અપેક્ષિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. વક્તાઓ દ્વારા નિયત સમયમર્યાદામાં ખૂબ જ સુવ્યવસ્થિત અને સમયબદ્ધ રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.#Morbi #MorbiUpdate #MorbiNews #BJP #MorbiBJP #TrainingCamp #PanditDeendayalUpadhyay #GujaratBJP #PoliticalNews