ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે મધુર સંગીતના સથવારે ભક્તિમય આયોજન: યુટ્યુબર ભાવિક ગજ્જર સૂર રેલાવશેમોરબી અપડેટ : પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવાર નિમિત્તે મોરબીના શનાળા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવલિંગને રંગબેરંગી અને મનોહર ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે તેમજ ભવ્ય મહાઆરતીનું આયોજન કરાયું છે.આ ધાર્મિક મહોત્સવમાં જાણીતા યુટ્યુબર ભાવિક ગજ્જર અને તેમના ગ્રુપ દ્વારા મધુર સંગીતના સથવારે ભક્તિમય પ્રસ્તુતિ કરવામાં આવશે. આ સમગ્ર ફૂલોનો શણગાર તથા મહાઆરતીનું આયોજન ત્રિવેદી એસોસિએટ્સ વાળા ટીનાભાઈ ત્રિવેદી તેમજ સદગુરુ ફ્લાવર (જીઆઈડીસી, શનાળા રોડ) વાળા હિતેશભાઈ (ભૂરો) તરફથી કરવામાં આવ્યું છે. મંદિરના મહંત પ્રવિણગીરી ગોસ્વામી દ્વારા મોરબીની તમામ ધર્મપ્રેમી જનતાને દર્શન તેમજ મહાઆરતીનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #SiddheshwarMahadev #SanalaRoad #ShravanMonth #MahaAarti #BhavikGajjar #MorbiNews #ShivBhakti