ભારે વરસાદ બાદ પડેલા ખાડાઓનું પેચવર્ક કરવા, દાઉદી પ્લોટ મેઇન રોડ RCC બનાવવા અને સુપર ટૉકીઝ પાસે બાકી રહી ગયેલ ફૂટપારી નું કામ પૂર્ણ કરવા અપીલ મોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ બાદ વિવિધ વિસ્તારોના માર્ગો બિસ્માર બન્યા છે. ત્યારે વોર્ડ નં. 7 ના ભાજપના કોર્પોરેટર ભાવિનભાઈ ઘેલાણી દ્વારા વોર્ડના વિવિધ વિસ્તારોમાં પડેલા ખાડાઓનું પેચવર્ક કરવા, વર્ષોથી વણઉકેલાયેલા માર્ગોનું નવનિર્માણ કરવા તેમજ ટ્રાફિક અને સ્ટ્રીટ લાઈટની સમસ્યાના ઉકેલ માટે મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.કોર્પોરેટર દ્વારા કરેલી રજૂઆતમાં ભારે વરસાદથી મુખ્ય માર્ગો પર પડેલા ખાડાઓના પગલે બિસ્માર થયેલ આસ્વાદ પાનથી લઈને અયોધ્યાપુરી મેઇન રોડ, સુપર ટોકીઝથી લઈને મહેન્દ્રપરા મેઇન રોડ તેમજ મંગલ ભુવન પાસેના રસ્તાઓ પર તાત્કાલિક પેચવર્ક કામગીરી કરવા તેમજ વર્ષોથી બન્યો ન હોય તેવો દાઉદી પ્લોટ મેઇન રોડ નવો મજબૂત RCC બનાવવા માંગ કરાય છે.આ ઉપરાંત કુબેરનગરની શેરી નં. 1, 2, 3 અને 4 માં નવી કામગીરી કરવા, બંધ સ્ટ્રીટ લાઈટોની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા અને સુપર ટોકીઝ પાસે બાકી રહી ગયેલ ફૂટપારી નું કામ પૂર્ણ કરવા અપીલ કરી છે.#Morbi #MorbiUpdate #Ward7 #Corporator #BhavinGhelani #MorbiMahanagarpalika #RoadRepair #CivicIssues #MorbiNews