સીટી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસની કાર્યવાહી : ત્રણ આરોપી ફરાર મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ પર કપિલા હનુમાન મંદિર પાસેથી તેમજ બી ડિવિઝન પોલીસે ભડીયાદ રોડ પર નજરબાગ બાગ રેલ્વે સ્ટેશન પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જાહેરમાં જુગાર રમાડી રહેલા બે આરોપીઓને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોરબી વાવડી રોડ પર કપીલા હનુમાન મંદિર નજીક જાહેરમાં મોબાઈલ ફોન વડે વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી ઉદયભાઇ ભરતભાઇ ડાભી રહે.માધાપર વાળાને ઝડપી લઈ પૂછતાછ કરતા આરોપી ઉદયભાઇ ભરતભાઇ ડાભી અન્ય આરોપી ગોપાલભાઇ ખીટ રહે. માધાપર, મનિષભાઇ ખાણધર રહે-કારીયા સોસાયટી વાવડી રૉડ મોરબી અને આરોપી દસરથસિંહ ઉર્ફે દસો ઝાલા રહે-માધાપર વાળા સાથે આંકડા લખી જુગાર રમાડતો હોવાનું કબુલતા પોલીસે રૂ.5 હજારનો મોબાઈલ ફોન તેમજ 500 રૂપિયા રોકડા કબ્જે કરી કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જયારે બીજા દરોડામાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ભડીયાદ રોડ પર નજરબાગ બાગ રેલ્વે સ્ટેશન પાસે દરોડો પાડી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી રોહિતભાઇ મહેશભાઇ વારેવણીયા રહે. સો-ઓરડી મેઇન રોડ, સાગરપાનની બાજુમાં, મોરબીવાળાને રોકડા રૂપિયા 1200 તથા વરલી સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.