ગટર લાઈનનું કામ 1.5 મહિનાથી અધૂરું, છેલ્લા 15 થી 20 દિવસથી રસ્તા પર મસમોટા ખાડાઓ પડતા સ્થાનિકોની હાલાકી વધીમોરબી અપડેટ : મોરબીના છાત્રાલય રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિકો માટે આ રસ્તો માથાના દુ:ખાવા સમાન બની ગયો છે. કંડલા રોડને જોડતા આ મહત્વના રસ્તાની હાલત એટલી હદે બિસ્માર છે કે અહીંથી સામાન્ય કાર કે દ્વિચક્રી વાહન પસાર કરવું મુશ્કેલ બની ગયું છે.સ્થાનિક રહેવાસી હિરેનભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ રોડ બનાવવા માટે છેલ્લા 3 થી 4 મહિનાથી વાતો થઈ રહી છે, પરંતુ હજુ સુધી કોઈ જ કામગીરી શરૂ કરવામાં આવી નથી. રોડનું કામ તો દૂર પરંતુ અહીં છેલ્લા 1.5 મહિનાથી ગટરનું કામ ચાલી રહ્યું છે, જે પણ હજુ સુધી પૂર્ણ થયું નથી. પરિણામે છેલ્લા 15 થી 20 દિવસથી રસ્તા પર મસમોટા ખાડાઓ પડી ગયા છે અને તંત્ર દ્વારા આ ખાડાઓ બુરવા માટે કોઈ સામાન્ય રિપેરિંગ પણ કરવામાં આવતું નથી.રસ્તાની હાલત એટલી ખરાબ છે કે લોકોને કટાક્ષમાં કહેવું પડે છે કે અહીંથી પસાર થવા સ્પેસ ટેકનોલોજી જોઈએ અથવા તો માત્ર બોલેરો કે છોટા હાથી જેવા વાહનો જ આ રસ્તા પરથી સહેલાઈથી નીકળી શકે તેમ છે. તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની એક જ માંગ છે કે વહેલી તકે ગટરનું કામ પૂર્ણ કરી આ રોડને વાહનો ચાલી શકે તેવો વ્યવસ્થિત બનાવવામાં આવે.#Morbi #MorbiUpdate #ChhatralayRoad #BadRoads #MorbiNews #Gujarat #PublicIssue