અમદાવાદ રહેતા નિવૃત બેન્ક મેનેજરે ટંકારા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ ટંકારા : ટંકારા તાલુકાના બંગાવડી ગામના વતની અને હાલમાં અમદાવાદ રહેતા બેન્કના નિવૃત મેનેજરની માલિકીની વડીલો પાર્જીત ખેતીની જમીન કૌટુંબિક ભાઈને વાવેતર કરવા આપ્યા બાદ શેઢા પાડોશી એવા કૌટુંબિક ભાઈએ પારકી જમીન પર કબ્જો કરી અંદાજે ત્રણેક એકર જમીન પર કબ્જો કરી લેતા બનાવ અંગે નિવૃત બેન્ક મેનેજરે આરોપી વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ટંકારા ગામના વતની અને હાલમાં અમદાવાદ ખાતે બોડકદેવમાં આવેલ લાડ સોસાયટીમાં રહેતા ડુંગરભાઈ હીરાભાઈ કાસુન્દ્રા ઉ.68 નામના નિવૃત બેન્ક મેનેજરે આરોપી એવા તેમના જ કૌટુંબિક ભાઈ સુરેશભાઇ મેઘજીભાઇ કાસુન્દ્રા રહે.બંગાવડી વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, વર્ષ 2024થી તેમના જ કૌટુંબિક ભાઈ સુરેશભાઇ મેઘજીભાઇ કાસુન્દ્રા તેમની બંગાવડી ગામના સર્વે નં. ૧૮૫/૧ પૈકી ૨ વાળી હે.૦૧-૨૯-૫૦ ચો.મી. જમીન વાવેતે કરતા હતા જેમાં હાલમાં તેઓએ જમીનની માપણી કરાવતા બંગાવડી ગામના સર્વે નં. ૧૮૫/૧ પૈકી ૨ વાળી હે.૦૧-૨૯-૫૦ ચો.મી. જમીન માથી હે.૦૧-૧૫-૩૫ જેટલી જમીન પોતાની જમીન સાથે ભેળવી ખેતી કરવા લાગ્યા હતા, બનાવ અંગે નિવૃત બેન્ક મેનેજર ડુંગરભાઈએ જિલ્લા કલેકટર સમક્ષ જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદા મુજબ પગલાં લેવા અરજી કરતા જિલ્લા કલેકટર દ્વારા અરજી મંજુર કરવામાં આવતા અંતે જમીન પચાવી પાડનાર કૌટુંબિક ભાઈ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે બનાવ અંગે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.