મોરબી : મોરબી તાલુકાના ખરેડા ગામની સીમમાં વાડી ધરાવતા બચુભાઈ મહાદેવભાઈ ચાડમીયા ઉ.55ના ખેતરમાં ખરેડા ગામે જ રહેતા આરોપી રમેશભાઈ કુગશીયાએ બચુભાઇના ખેતરમાં વાવેતર કરેલી મગફળી પર ટ્રેકટર ચાલવતા બચુભાઇએ આરોપી રમેશભાઈ કુંગશીયાને પાકમાં નુકશાન જાય તેવું કૃત્ય ન કરવા સમજાવવા જતા આરોપી રમેશભાઈએ ઉશ્કેરાઈ જઈ બચુભાઇ મહાદેવભાઇ ચાડમીયાને પથ્થરનો ઘા મારી ઈજાઓ પહોંચાડતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.